વિરોધ@દેશ: કોંગ્રેસ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દેશભરમાં પ્રદર્શન

પ્રદર્શનકારીઓ પર પોલીસે વોટર કેનનથી પાણીનો મારો ચલાવ્યો.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કોંગ્રેસ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દેશભરમાં પ્રદર્શન કરી રહી છે. ઉત્તરાખંડના દેહરાદૂનમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ બેરિકેડિંગ પર ચઢી ગયા. પટનામાં પ્રદર્શનકારીઓ પર પોલીસે વોટર કેનનથી પાણીનો મારો ચલાવ્યો.

આ તરફ, કોકરોચ જનતા પાર્ટી (CJP)એ શુક્રવારે ફરી કહ્યું કે જો જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે, તો 2 ઓક્ટોબરથી દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે. CJP સંસ્થાપક અભિજીત દીપકેએ કહ્યું કે આ આંદોલનને શહેરે-શહેરે લઈ જવામાં આવશે.