હવામાન@દેશ: ગુજરાત સહિત આ રાજ્યોમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી
Sep 4, 2023, 17:27 IST
અટલ સમાચાર, ડેસ્ક
દેશભરમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે, જોકે કેટલાક રાજ્યોમાં ઘણા સમયથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઘણા રાજ્યોમાં સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન વરસાદ ખેંચાયો છે. ત્યારે ગરમીમાંથી રાહત મળે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તરીય દ્વીપકલ્પ ભારત, ઓડિશા, છત્તીસગઢમાં આગામી પાંચ દિવસ સુધી ચોમાસુ ફરી સક્રિય થવાનું છે. ઉપરાંત આગામી 2 દિવસ એટલે કે 5 સપ્ટેમ્બરથી નોર્થઈસ્ટ ઈન્ડિયા, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે, જ્યારે ગુજરાતમાં એક સપ્તાહ સુધી વરસાદી સ્થિતિ જોવા મળશે, જેમાં 7થી 9 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનું જોર વધશે.