વરસાદ@દેશ: નાસિક અને ત્ર્યંબકેશ્વર વિસ્તારમાં ભારે વરસાદ, મુંબઈમાં ભારે વરસાથી ટ્રેનો રદ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. મહારાષ્ટ્રના નાસિક અને ત્ર્યંબકેશ્વર વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં 11 ઈંચ સુધી વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. નાસિકમાં વાદળ ફાટવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
નાસિકની તમામ શાળાઓ અને કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે, ત્ર્યંબકેશ્વર મંદિર અને સાડા ત્રણ શક્તિપીઠોમાં સામેલ સપ્તશ્રૃંગી મંદિર શ્રદ્ધાળુઓ માટે આજે બંધ રહેશે.
રત્નાગિરી જિલ્લાના શેલારવાડીમાં વરસાદને કારણે ભૂસ્ખલન થયું. તેની ઝપેટમાં આવતા એક મકાનનો ભાગ ધરાશાયી થયો. એક મહિલાને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવી. જ્યારે, અન્ય બે લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. તેમને બહાર કાઢવા માટે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
મુંબઈ ડિવિઝનમાં ભારે વરસાદને કારણે નીચે મુજબની ટ્રેન સેવાઓ રદ/માર્ગ પરિવર્તિત કરવામાં આવી છે.
આજ રોજ રદ થયેલી ટ્રેનો:
* 19016 પોરબંદર–દાદર એક્સપ્રેસ – રદ
* 19218 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ – રદ
* 12941 ભાવનગર ટર્મિનસ–આસનસોલ એક્સપ્રેસ – રદ

