વરસાદ@દેશ: MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં, મહારાષ્ટ્રમાં સ્ટેશનની બહાર પાણી ભરાયું, જાણો વધુ વિગતે

રાજ્યોમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસું દેશના લગભગ તમામ રાજ્યોમાં પહોંચી ગયું છે. ગુજરાત-મહારાષ્ટ્રના કેટલાક ભાગો બાકી છે, જોકે તે પહેલા આ બંને રાજ્યોમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાતના મેંદરડા વિસ્તારમાં સમઢિયાળા ગામ પાસે પૂરના પાણીમાં ચાર વાહનો ફસાઈ ગયા હતા. જેમાંથી 19 લોકોને બચાવવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના નાલાસોપારામાં રેલવે સ્ટેશનની બહાર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું હતું. મુસાફરોને પાણીમાં ચાલીને સ્ટેશન પહોંચવું પડી રહ્યું છે. પાલઘરમાં વરસાદને કારણે શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે.

રાજસ્થાનના જયપુરમાં ભારે વરસાદ બાદ સવાઈ માનસિંહ હોસ્પિટલના માઈનોર ઓટીમાં પાણી ભરાઈ ગયું હતું. અહીંથી દર્દીઓને બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.

મધ્યપ્રદેશના ભોપાલ-ઈન્દોર સહિત 26 થી વધુ જિલ્લાઓમાં શુક્રવારે ભારે વરસાદ થયો હતો. ઉજ્જૈનમાં પુલિયા પાર કરવાનો પ્રયાસ કરતા એક યુવક મોટરસાયકલ સહિત તણાઈ ગયો હતો.

યુપીના 20 જિલ્લામાં વરસાદ થયો. મથુરામાં ભારે વરસાદથી રેલવે અંડરપાસમાં ગરદન સુધી પાણી ભરાઈ ગયું. કાનપુરમાં GSVM મેડિકલ કોલેજમાં પાણી ભરાઈ ગયું. કાર-બાઈક અડધી ડૂબી ગઈ. ઝાંસીમાં વીજળી પડવાથી ખેડૂતનું મોત થયું.