મેઘકહેર@ઋષિકેશ: ગંગામાં ભારે પૂર વચ્ચે રામ ઝુલાનો તાર તૂટ્યો, જાણો પછી શું થયું ?

 
Ram Jhula

અટલ સમાચાર, ડેસ્ક

પહાડો પર ભારે વરસાદને કારણે ગંગા નદીમાં પૂર આવ્યું છે. નદીના ધોવાણને કારણે ઋષિકેશમાં રામ ઝુલા બ્રિજનો સપોર્ટિંગ વાયર તૂટી ગયો હતો ત્યારબાદ રામ ઝુલા પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. ઋષિકેશની રામ ઝુલા અહીં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે, પરંતુ પુલ પરની અવરજવર બંધ થયા બાદ અહીંના લોકો હવે ગંગાના જળસ્તરમાં ઘટાડાની રાહ જોઈ રહ્યા છે જેથી પુલનું સમારકામ થઈ શકે.

 

રામ ઝુલા અને લક્ષ્મણ ઝુલા પુલ બંને કોઈપણ પ્રવાસી માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે જેઓ ઋષિકેશમાં ગંગામાં સ્નાન કરવા આવે છે. દરેક પ્રવાસી બંને બ્રિજની મુલાકાત લેવા ઇચ્છે છે, રાત્રિ દરમિયાન બ્રિજની સુંદરતા વધુ જોવા લાયક હોય છે, તેથી મોટાભાગના પ્રવાસીઓ રામ ઝુલા પુલ પર ફરવા જાય છે, પરંતુ બ્રિજમાં તિરાડના કારણે પ્રવાસીઓને અત્યારે તેની મુલાકાત લેવાની મંજૂરી નથી.

 

હિમાચલ પ્રદેશમાં તબાહી પછી પણ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા બચાવ અભિયાન વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. પૂર, વરસાદ અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 74 લોકોએ જીવ ગુમાવ્યા છે. શિમલામાં બચાવકાર્ય હજુ પણ ચાલુ છે. અહીં ભારે વરસાદ બાદ પહાડોમાં તિરાડ પડી રહી છે જેના કારણે લોકોને નજીકના ઘરો છોડવાની ફરજ પડી છે.