કવાયત@દેશ: અહીં બનશે અયોધ્યાથી 3 ગણું મોટું રામાયણ મંદિર, વિશ્વના સૌથી મોટા શિવલિંગની સ્થાપના થશે

 
Bihar Ramayan Temple

અટલ સમાચાર, ડેસ્ક

અયોધ્યામાં રામમંદિર બનવાની કવાયત વચ્ચે હવે બિહારથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. બિહારમાં એક એવું મંદિર બનવાનું છે, જેની ભવ્યતા જોઈ સૌ કોઈ દંગ રહી જશે. અહીં અયોધ્યામાં બની રહેલા રામમંદિરથી ત્રણ ગણુ વધારે લાંબુ અને દુનિયાનું સૌથી મોટુ મંદિર બનવાનું છે. આ મંદિરનું નામ વિરાટ રામાયણ મંદિર હશે. જ્યાં રામાયણ સાથે જોડાયેલી કહાનીઓના અલગ અલગ મંદિર હશે. એમ કહો કે, આ મંદિરમાં આખી રામાયણની ઝલક જોવા મળશે.

આપને જણાવી દઈએ કે, પૂર્વી ચંપારણ જિલ્લાના કેસરિયા ચકિયા પથ પર કૈથવલિયા બહુઆરામાં વિરાટ રામાયણ મંદિરનું નિર્માણ 20 જૂનથી થશે. વર્ષ 2025માં શ્રાવણ સુધીમાં વિશ્વનું સૌથી મોટા શિવલિંગની સ્થાપના થઈ જશે. તે જ વર્ષના અંત સુધીમાં વિરાટ રામાયણ મંદિર બનીને તૈયાર થઈ જશે. મંદિરનાં કુલ 12 શિખરોમાં બે વર્ષનો સમય લાગશે. મહાવીર મંદિર ન્યાસના સચિવ આચાર્ય કિશોર કુણાલે જણાવ્યું કે, વિરાટ રામાયણ મંદિર ત્રણ માળનું હશે. મંદિર પ્રવેશ બાદ પ્રથમ પૂજ્ય વિધ્નહર્તા ભગવાન ગણેશના દર્શન થશે.

વિશ્વના સૌથી મોટા મંદિરનું ક્ષેત્રફળ 3.67 લાખ વર્ગફુટ હશે. સૌથી ઊંચુ શિખર 270 ફુટનું હશે. 198 ફુટનું એક શિખર હશે. જ્યારે 180 ફુટના ચાર અન્ય શિખર હશે. 135 ફુટનું એક શિખર અને 108 ફુટ ઊંચાઈના અન્ય 5 શિખર હશે. વિરાટ રામાયણ મંદિરની લંબાઈ 1080 ફુટ અને પહોંળાઈ 540 ફુટ હશે. આચાર્ય કિશોર કુણાલે જણાવ્યું કે, અયોધ્યામાં બની રહેલા રામલલા મંદિરની લંબાઈ 360 ફુટ અને પહોળાઈ 235 ફુટ છે. જ્યારે સૌથી ઉંચુ શિખર 135 ફુટનું છે. વિરાટ રામાયણ મંદિરમાં શૈવ અને વૈષ્ણવ દેવી દેવતાઓના કુલ 22 મંદિર હશે.

120 એકરમાં મંદિર

મંદિર નિર્માણ માટે 120 એકર જમીન છે. તેની તેને જાનકી નગર તરીકે વિકસિત કરવામાં આવશે. અહીં કેટલાય આશ્રમ, ગુરુકૂળ, ધર્મશાળા વગેરે રહેશે. મંદિરનું પાઈલિંગ કામ કરનારી એજન્સી સનટેક ઈન્ફ્રાના અધિકારીઓએ જણાવ્યું કે, વિરાટ રામાયણ મંદિરમાં કુલ 3102 પિલર હશે. પાઈલિંગ કામમાં 1050 ટન સ્ટીલ અને 15 હજાર ક્યૂબિક મીટર કોંક્રીટનો વપરાશ થશે. નિર્માણમાં લાગતી સામગ્રી મહાવીર મંદિર આપશે.

 

મહાબલિપુરમમાં 250 ટન વજનના બ્લેક ગ્રેનાઈટ પથ્થરની શિલામાંથી મુખ્ય શિવલિંગની સાથે સહસ્ત્રલિંગમ પણ બનાવવામાં આવી રહ્યું છે. આઠમી શતાબ્દી બાદ સહસ્ત્રલિંગમનું નિર્માણ ભાકતમાં નથી થયું. શિવલિંગનું વજન 210 ટન, ઊંચાઈ 33 ફુટ અને ગોળાઈ 33 ફુટ હશે. આચાર્ય કિશોર કુણાલે જણાવ્યું કે, આટલા વજનવાળા શિવલિંગ માટે ચકિયાથી કેથવલિયાની 10 કિમીના અંતર સુધી રોડ અને પુલ પહોળા કરવા માટે બિહારના મુખ્યમંત્રી અને પથ નિર્માણમંત્રીને કર્યો છે.