રોજગાર@દેશ: ઇસરોમાં આટલા પદો માટે બહાર પડી ભરતી, જાણો એક જ ક્લિકે

 
ISRO

અટલ સમાચાર, ડેસ્ક

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના (ISRO) અંતર્ગત આવતા સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર, શ્રીહરિકોટાએ ટેકનિકલઆસિસ્ટન્ટ/ સાયન્ટિફિક આસિસ્ટન્ટ/લાઈબ્રેરી આસિસ્ટન્ટ-એ/ડ્રાફ્ટ્સમેન-બી અને ટેક્નિશિયન સહિત 92 વિવિધ જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. 

આ ભરતીમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 16 મે, 2023 ના રોજ અથવા તે પહેલાં આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ / ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ / B.Sc / માસ્ટર ડિગ્રીમાં ડિપ્લોમા સહિત ચોક્કસ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે.

કઇ કઇ જગ્યાઓ પર ભરતી

Technical Assistant

Cinematography/ Photography - 02

Electrical Engineering / Electrical & Electronics Engineering-02

Technical Assistant

Electronics & Communication Engineering-02

Electronics & Instrumentation Engineering-01

Mechanical Engineering-05

Scientific Assistant

Computer Science-03

Physics-02

Physics - Place of Posting: BRLS, Balasore, Odisha) -01

આ સિવાય પણ ઘણી બધી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેવી માહિતી તમે https://apps.shar.gov.in/sdscshar/result1.jsp#apply આ લિંક પર ક્લિક કરીને સરળતાથી મેળવી શકો છો.

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ માટે 16 મે, 2023 ના રોજ અથવા તે પહેલાં સત્તાવાર વેબસાઇટ https://www.apps.shar.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. નોટિફિકેશનમાં વિવિધ પદો માટે અલગ અલગ ક્વોલિફિકેશન આપવામાં આવી છે. તમે આ માટેની ડિટેલ્સ ઉપરોક્ત લિંક પર ક્લિક કરીને મેળવી શકો છો.