રોજગાર@દેશ: RBIમાં સામે આવી ભરતી, જાણો કેવી રીતે ભરશો ફોર્મ ? એક જ ક્લિકે

 
RBI

અટલ સમાચાર, ડેસ્ક જો તમે પણ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં નોકરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારું આ સપનું જરૂરથી પૂર્ણ થઈ શકે છે. RBI ઓફિસરની પોસ્ટ પર ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ માટે એપ્લિકેશન લિંક એક્ટિવ કરવામાં આવી નથી. આવતીકાલે આ એપ્લિકેશન લિંક એક્ટીવ કરવામાં આવશે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયાની મદદથી ગ્રેડ બી ઓફિસરની પોસ્ટ પર 291 ઉમેદવારની ભરતી કરવામાં આવશે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગ્રેડ બી ઓફિસર પર ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ માટે 9 મેથી ઓનલાઈન અરજી કરવામાં આવશે અને 9 જૂન, 2023 સુધી અરજી કરી શકાશે. અંતિમ તારીખ પછી આ પોસ્ટ માટે અરજી સ્વીકારવામાં નહીં આવે. આ ભરતી પ્રક્રિયાથી કુલ 291 પોસ્ટ પર ઉમેદવારની ભરતી કરવામાં આવશે.

અરજી ફી

1. આ પોસ્ટ માટે અરજી કરનાર જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયા ફી ભરવાની રહેશે.

2. આ પોસ્ટ માટે અરજી કરનાર જનરલ અને SC, ST અને PWD કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા ફી ભરવાની રહેશે.

અરજી પ્રક્રિયા

1. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ rbi.org.in વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

2. સૌથી પહેલા rbi.org.in વેબસાઈટની મુલાકાત લો.

3. હવે હોમપેજ પર Opportunities નામના સેક્શન પર ક્લિક કરો.

4. હવે Vacancies ઓપ્શન પર ક્લિક કર

5. ત્યાર પછી RBI ગ્રેડ બી ઓફિસર રિક્રૂટમેન્ટ 2023 નામની નોટિસ પર ક્લિક કરો.

6. હવે આ પોસ્ટ માટેની નોટિસ વાંચી લો અને શૈક્ષણિક લાયકાત ચેક કરો.

7. હવે Apply Online પર ક્લિક કરો અને જરૂરી માહિતી ભરો.

8. હવે ડોક્યુમેન્ટ્સ અને ફોટોગ્રાફ તથા સિગ્નેચર કોપી સ્કેન કરીને અપલોડ કરો.

9. હવે એપ્લિકેશન ફી ભરો અને ફોર્મ જમા કરો.