રોજગાર@દેશ: ONGCમાં ધોરણ 10 પાસ ઉમેદવારો માટે 2500 જગ્યા પર થશે ભરતી
અટલ સમાચાર, ડેસ્ક
ધો.10 કે ધો.12 પાસ સહિતના ઉમેદવારોને ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ એટલે કે ONGCમાં કામ કરવાની તક મળી શકે છે. ONGCમાં એપ્રેન્ટીસની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે નોટિફિકેશન જાહેર થઈ ચૂક્યું છે. જે મુજબ કુલ 2500 જગ્યા પર ભરતી કરવામાં આવશે. લાયક ઉમેદવારોને રૂ. 9000 સુધીનું સ્ટાઈપેન્ડ મળી શકે છે. આ પોસ્ટ માટે ઇચ્છુક ઉમેદવારો ongcindia.com પર અરજી કરી શકે છે.
એપ્રેન્ટીસની ભરતી માટે મહત્વની તારીખો
ONCG એપ્રેન્ટીસ પદ પર ભરતી માટે પ્રકિયા શરૂ થઈ ચૂકી છે. આ પ્રકિયા 20 સપ્ટેમ્બર સુધી ચાલશે. તમે ઓનલાઇન માધ્યમથી અરજી કરી શકો છો.
કઈ રીતે થશે પસંદગી?
ભરતી માટેની જાહેરાતમાં સૂચવવામાં આવેલી ક્વોલિફાઇંગ પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે મેરિટ મુજબ અરજદારોની નિમણૂંક માટે પસંદગી કરવામાં આવશે. જે ઉમેદવારોના ગુણ એકસરખા હશે, તેમાંથી મોટી ઉંમરની વ્યક્તિને ધ્યાનમાં લેવામાં આવશે.
કોણ કરી શકે છે અરજી?
ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ
ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ તરીકે પોસ્ટ મેળવવા માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી મળેલી B.A / B.Com / B.Sc / B.B.A/ B.E./ B.Techની ડિગ્રી હોવી જોઈએ.
ડિપ્લોમા એપ્રેન્ટીસ
આ પોસ્ટ માટે ઈચ્છુક ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી જે-તે ક્ષેત્રની ડિપ્લોમા ડિગ્રી હોવી જોઈએ.
ટ્રેડ એપ્રેન્ટીસ
આ પોસ્ટ માટે ઉમેદવાર ધો.10 કે ધો.12 પાસ હોય તે જરૂરી છે. તેની પાસે સંબંધિત ક્ષેત્રમાં ITIનું સર્ટિફિકેટ હોવું જોઈએ.
કેટલી છે વયમર્યાદા?
ONGCમાં એપ્રેન્ટીસ તરીકે કામ કરવા ઇચ્છુક ઉમેદવારની વયમર્યાદા 20 સપ્ટેમ્બર મુજબ 18થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
ઉમેદવારોને કેટલું મળશે સ્ટાઈપેન્ડ?
એપ્રેન્ટીસ તરીકે લાયક ઠરેલા ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસને રૂ. 9000નું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. જ્યારે ડિપ્લોમા એપ્રેન્ટીસને રૂ. 8000 અને ટ્રેડ એપ્રેન્ટીસને રૂ. 7000નું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે.
રિઝલ્ટની જાહેરાત ક્યારે થશે?
ONGCમાં એપ્રેન્ટીસની જગ્યાઓ પર ભરતી માટે ક્વોલિફાઇંગ પરીક્ષા લેવામાં આવશે. જેમાં મેળવેલા ગુણના આધારે ઉમેદવારોની પસંદગી થશે. પસંદગી પામેલા ઉમેદવારોની યાદ એટલે કે રિઝલ્ટ 5 ઓકટોબરના રોજ જાહેર થશે. આ યાદી ONGCની સત્તાવાર વેબસાઈટ પર જોવા મળશે. આ ભરતી માટે વધુ માહિતી મેળવવા ઉમેદવારોએ નોટિફિકેશન વાંચી લેવું હિતાવહ છે. ONGCની સત્તાવાર વેબસાઈટ પરથી વધુ જાણકારી મળી શકે છે.