બ્રેકિંગ@દેશ: BBCની ઓફિસ પર ઈન્કમ ટેક્સની રેડ ? જાણો શું છે સમગ્ર મામલો ?

 
BBC

અટલ સમાચાર, ડેસ્ક

બીબીસી દિલ્હીમાં આવેલ ઓફિસમાં ઈન્કમ ટેક્સ વિભાગે મંગળવારે સર્વે કર્યો. ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રના જણાવ્યા અનુસાર, ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા બીબીસી ન્યૂઝની દિલ્હી ઓફિસમાં સર્ચ ઓેપરેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. બીબીસી મુંબઈની ઓફિસ સહિત અમુક અન્ય લોકેશન પર પણ સર્વે શરુ કર્યા હતા. કહેવાય છે કે, ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા ટૂંક સમયમાં ઔપચારિક રીતે જાણકારી આપવામાં આવશે.

કોંગ્રેસે બીબીસી ઓફિસ પર ઈન્કમ ટેક્સ વિભાગના સર્વેને અઘોષિત ઈમરજન્સી ગણાવી હતી. પાર્ટીએ કહ્યું કે, પહેલા બીબીસીની ડોક્યુમેન્ટ્રી આવી, તેને બેન કરી દીધી. હવે બીબીસી પર ઈન્કમ ટેક્સના દરોડા પાડ્યા છે. અઘોષિત ઈમરજન્સી.


સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેઝ (CBDT)ના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, અધિકારીઓ બીબીસીની ઓફિસમાં છે. અધિકારીઓએ કહ્યું કે, આ સર્વે છે રેડ નથી. એક અન્ય અધિકારીએ કહ્યું કે, અમુક અનિયમિતતાઓના ઈનપુટ્સના આધાર પર બીબીસી સાથે જોડાયેલ અમુક કેસની તપાસ થઈ રહી છે. તેમણે કહ્યું કે, અમુક અનિયમિતતાઓને જાણવા માટે આ સર્વે કરવામાં આવ્યો છે. સર્વે બાદ સ્પષ્ટ થશે કે, જાણી જોઈને અનિયમિતતાઓને અંજામ આપવામાં આવ્યો છે કે નહીં.