ધાર્મિક@દેશ: શુક્રવારે માતા લક્ષ્મી અને શુક્ર દેવને રિઝવવા કરો આ ઉપાયો, જાણો એક જ ક્લિકે

ભારતીય સનાતન ધર્મમાં સપ્તાહના દરેક દિવસનો કોઈ ને કોઈ દેવી-દેવતા સાથે સંબંધ માનવામાં આવે છે. 

 
ધાર્મિક@દેશ: શુક્રવારે માતા લક્ષ્મી અને શુક્ર દેવને રિઝવવા કરો આ ઉપાયો, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 શુક્રવારને માં લક્ષ્મી અને શુક્રદેવને સમર્પિત માનવામાં આવે છે. કહેવાય છે શુક્રવારે દેવી લક્ષ્મીની સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કરવાથી માતા પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરી યશ-ધન-સંપતિ અર્પે છે. બીજી તરફ શુક્રદેવની કૃપાથી જીવનમાં સુખ અને સુંદરતાનો સંચાર થાય છે. આજે અમે તમને શુક્રવાર સાથે સંબંધિત ઘણા નિશ્ચિત ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવવાથી તમારૂં જીવનમાં ઉંચા શિખરો સર કરશે.

સફેદ કપડાં પહેરો

જ્યોતિષીઓ અનુસાર, શુક્રવારને સફેદ રંગ સાથે સંબંધિત માનવામાં આવે છે. તેથી આ દિવસે શક્ય હોય ત્યાં સુધી મહત્તમ સફેદ રંગના કપડાં અને સફેદ રંગની જ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. આ દિવસે સફેદ વસ્ત્રો પહેરીને પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.

માન્યતા અનુસાર, સુખ અને સુંદરતાના સ્વામી માતા લક્ષ્મી અને શુક્રદેવ ક્યારેય ગંદકીમાં રહેવા ઈચ્છતા નથી. તેથી, આજે તમારા ઘરની સ્વચ્છતા પર પણ વિશેષ ધ્યાન આપો અને તમારી આસપાસના વાતાવરણને શુદ્ધ રાખો.

વિષ્ણુ ભગવાનની પૂજા કરો

તમે સવાર-સાંજ માં લક્ષ્મીની પૂજા કરવા બેસો તો ધ્યાન રાખો કે તેમની મૂર્તિ ભગવાન વિષ્ણુની સાથે હોવી જોઈએ. જો દેવી અને દેવતાને સાથે સ્થાન આપીને પૂજા નહીં કરો તો યાદ રાખો કે પૂજાનું પૂરતું ફળ મળતું નથી અને કામ બગડવા લાગે છે.

ઉપવાસ દરમિયાન દાનનો મહિમા :

ઘર-ધંધામાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે એટલેકે મા લક્ષ્મીની કૃપા પરિવાર પર બનાવી રાખવા માટે તમારે શુક્રવારે અવશ્ય વ્રત કરવું જોઈએ. આ દિવસે વ્રતની સાથે દૂધ, ચોખા, ખાંડ, લોટ, ખાંડ કે દહી જેવી સફેદ વસ્તુઓનું દાન પણ કરવું જોઈએ. આ દિવસે ગાય અને કીડીઓને લોટ ખવડાવવાથી પુણ્ય લાભ મળે છે.

અન્ય ઉપાયો :

વિવાહિત જીવનમાં સુખ ઈચ્છતા હોવ તો પતિ-પત્નીએ શુક્રવારે સાથે મળીને દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ.

શંખ અને ઘંટમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે, તેથી શુક્રવારે મા લક્ષ્મીની પૂજામાં બંનેનો ઉપયોગ કરવો જોઈએ.