સેનાને છૂટો દોરઃપુલવામાનો બદલો લેવાશે, વિશ્વાસ રાખો: મોદી
સેનાને છૂટો દોરઃપુલવામાનો બદલો લેવાશે, વિશ્વાસ રાખો: મોદી

અટલ સમાચાર, ડેસ્ક

પુલવામાં હુમલાના ત્રીજા દિવસે વડા પ્રધાન મોદી વિકાસના કામોનું ખાતમૂહર્ત માટે મહારાષ્ટ્રના યવતમાળમાં પહોંચ્યા હતા. અહીંયા તેમણે રેલ, રોડ, અને આવાસ યોજનાના અનેક કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહર્ત કર્યુ હતું. આ પ્રસંગે પાકિસ્તાનને આડે હાથે લેતા તેમણે પુલવામાં હુમલાના દોષીને સજા આપવાની ખાત્રી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે હું દેશને વિશ્વાસ અપાવા માંગુ છું કે સેનાના જવાનો પર ભરોષો રાખો, તેમને છૂટો દોર આપી દેવામાં આવ્યો છે, પુલાવામાનો બદલો લેવાશે.

વડા પ્રધાને કહ્યું, જે પાકિસ્તાન દેવાળિયું થવાના આરે છે, તે પાકિસ્તાન આતંકવાદનો પર્યાય બની ગયો છું, હું દેશને વિશ્વાસ અપાવું છું. જવાનો પર વિશ્વાસ રાખો, પુલવામાના ગુનેગારોને સજા કેવી રીતે ક્યાં, કોણ આપશે, કેવી રીતે સજા આપશે તે આપણા જવાનો નક્કી કરશે. સાથીઓ આજે આપણે સુરક્ષા સાથે આપણા સપના પુરા કરી રહ્યાં છે, દેશનો વિકાસ કરી શકીએ છીએ તેની પાછળ અગણિત બલિદાન છે. હું પુલવાના શહીદોને નમન કરૂ છું.