બ્રેકિંગ@દેશ: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમથી રાહત, સજા પર સ્ટે

 
Rahul Gandhi

અટલ સમાચાર, ડેસ્ક

મોદી સરનેમ કેસમાં હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ રાહુલ ગાંધી દ્વારા અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરતા રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના દોષસિદ્ધિના નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે. જસ્ટિસ બી આર ગવાઈ, જસ્ટિસ પી એસ નરસિમ્હા અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચ મામલાની સુનાવણી કરી.

મોદી સરનેમ કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમ્યાન કોર્ટે ફરિયાદકર્તા પૂર્ણેશ મોદીના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાનીને પુછ્યું કે, કોર્ટે અધિકતમ સજા આપવા માટે શું ગ્રાઉંડ આપ્યું છે. ઓછી સજા પણ આપી શકતા હતા. તેનાથી સંસદીય ક્ષેત્રની જનતાના અધિકાર યથાવત રહેતા હતા. રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં 13 એપ્રિલ 2019ની ચૂંટણી રેલીમાં મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી.

મોદી સરનેમ કેસમાં હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ રાહુલ ગાંધી દ્વારા અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરતા રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના દોષસિદ્ધિના નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે. જસ્ટિસ બી આર ગવાઈ, જસ્ટિસ પી એસ નરસિમ્હા અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચ મામલાની સુનાવણી કરી. સુનાવણી શરુ થતાં પહેલા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમામ પક્ષકારોને દલીલ માટે 15 મિનિટનો સમય આપ્યો. રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ પહેલા દલીલ શરુ કરી હતી. આ દરમ્યાન તેમણે રાહુલ ગાંધીનો બચાવ કરતા કહ્યું કે, ફરિયાદકર્તાની સરનેમ ખુદ મોદી નથી. પહેલા તેમની સરનેમ મોધ હતી. તો વળી જસ્ટિસ ગવઈએ અભિષેક મનુ સિંધવીને કહ્યું કે, દોષસિદ્ધિ પર રોક લગાવવા માટે આપે સાબિત કરવું પડશે કે આ એક્સસેપ્શનલ કેસ છે.

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરતા તેને રસપ્રદ ગણાવતા કહ્યું કે, નિર્ણયમાં કહેવાયું છે કે એક સાંસદને કેવું વર્તન કરવું જોઈએ. તો વળી ફરિયાદકર્તા પૂર્ણેશ મોદીનો પક્ષ રજૂ કરતા વકીલ મહેશ જેઠમલાણીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ પહેલા પણ આ પ્રકારના નિવેદન આપ્યા હતા. જેમાં રાફેલ મામલાને લઈને તેમણે કહ્યું હતું કે, ચોકીદાર ચોર એછ. આ ઉપરાંત મહેશ જેઠમલાણીએ કહ્યું કે, રાહુલ કહે છે કે, તે માફી નહીં માગે. તેનો અર્થ કે આપ જે ઈચ્છો તે કરી શકો છો.

ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ 13 એપ્રિલ 2019માં કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતા મોદી ઉપનામના સંબંધમાં કરવામાં આવેલી કથિત ટિપ્પણીને લઈને રાહુલ ગાંધી વિરુદ્ધ ગુનાહિત માનહાનિ કેસમાં ફરિયાદ દાખલ કરી હતી. રાહુલ ગાંધીએ સભામાં ટિપ્પણી કરી હતી કે, તમામ ચોરોના એક જ સરનેમ મોદી કેવી રીતે છે? ત્યાર બાદ સૂરત સેશન કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા અને 2 વર્ષની સજા સંભળાવી હતી.