રિપોર્ટ@જયપુર: ફુલ સ્પીડે ડમ્પરે એક પછી એક 17 વાહનોને અડફેટે લીધા, 13લોકોનાં મોત, 10 ઘાયલ

મૃત્યુ પામેલાઓમાં ઘણા લોકોના શરીરના ટુકડા થઈ ગયા.
 
રિપોર્ટ@જયપુર: ફુલ સ્પીડે ડમ્પરે એક પછી એક 17 વાહનોને અડફેટે લીધા, 13લોકોનાં મોત, 10 ઘાયલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જયપુરમાંથી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. ફુલ સ્પીડે ડમ્પરે એક પછી એક 17 વાહનોને ટક્કર મારી દીધી. અકસ્માતમાં 13 લોકોના મૃત્યુ થયાં.

મૃત્યુ પામેલાઓમાં ઘણા લોકોના શરીરના ટુકડા થઈ ગયા. કોઈનો પગ કપાઈ ગયો તો કોઈનો હાથ. અકસ્માતમાં 10 ઘાયલ થયા છે. 6 ગંભીર ઘાયલોને એસએમએસ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસે જણાવ્યું કે અકસ્માત સોમવારે બપોરે હરમાડાના લોહા મંડી પર થયો. બપોરે લગભગ 1 વાગ્યે ડમ્પર લોહા મંડી પેટ્રોલ પંપની તરફથી રોડ નંબર-14 પરથી હાઇવે પર ચઢવા જઈ રહ્યો હતો.

આ દરમિયાન તેણે અનેક વાહનોને ટક્કર મારી દીધી. લોકોએ ડમ્પરના ડ્રાઇવરને ઘટનાસ્થળેથી પકડી લીધો. તે નશાની હાલતમાં હતો. ડ્રાઇવર કલ્યાણ મીણા વિરાટનગરનો રહેવાસી છે, જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.