રિપોર્ટ@દિલ્હી: વિધાનસભા ચૂંટણી પહેલા AAP સરકારે વૃદ્ધો માટે પેન્શન સ્કીમ ફરી શરૂ કરવાની જાહેરાત કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિલ્હીમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે. તેના પહેલા સરકાર દ્વ્રારા પેન્શન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણી પહેલા AAP સરકારે વૃદ્ધો માટે પેન્શન સ્કીમ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજનામાં 80 હજાર નવા વૃદ્ધો જોડાયા છે. અગાઉ 4.50 લોકોને આ યોજનાનો લાભ મળતો હતો. હવે આ યોજનાના દાયરામાં પાંચ લાખથી વધુ વૃદ્ધો આવશે.
60 થી 69 વર્ષના વૃદ્ધોને દર મહિને 2000 રૂપિયા આપવામાં આવશે. જ્યારે 70 વર્ષથી ઉપરના વૃદ્ધોને દર મહિને 2500 રૂપિયા મળશે. આ યોજનાની જાહેરાત કરતા દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ તેમના વડીલોના આશીર્વાદથી જેલમાંથી બહાર આવ્યા છે. આ યોજના તેમનો આભાર માનવા માટે છે.
દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ થાય છે. આગામી બે મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી 2020 માં યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી અને 70 માંથી 62 બેઠકો જીતી હતી.