રિપોર્ટ@દેશ: વાવાઝોડું અને વરસાદ દરમિયાન 3 જિલ્લામાં વીજળી પડવાથી 13 લોકોના મોત

 વીજળી પડવાથી 13 લોકોના મોત થયા છે. 
 
રિપોર્ટ@ગુજરાત: વાવાઝોડું અને વરસાદ દરમિયાન 3 જિલ્લામાં વીજળી પડવાથી 13 લોકોના મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ક્યાંક ગરમી પડી રહી છે, તો ક્યાંક વરસાદ પડી રહ્યો છે.   પશ્ચિમ બંગાળમાં અચાનક વાવાઝોડું અને વરસાદ દરમિયાન ત્રણ જિલ્લામાં વીજળી પડવાથી 13 લોકોના મોત થયા છે. જેમાં ત્રણ બાળકો પણ સામેલ છે. તેમાંથી 11 મૃત્યુ માલદામાં થયા છે, જ્યારે મુર્શિદાબાદ અને જલપાઈગુડીમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી.

માલદા જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિન સિંઘાનિયાએ જણાવ્યું કે વહીવટીતંત્ર તમામ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને અંતિમ સંસ્કાર માટે 2000 રૂપિયા વળતર આપશે. તેમજ, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. આજે એટલે કે 17 મી મેના રોજ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં હીટવેવનું એલર્ટ છે. જ્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત 24 રાજ્યોમાં વરસાદની શક્યતા છે.

12 રાજ્યોમાં હિટવેવ, 15 રાજ્યોમાં વરસાદની શક્યતા

  • રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળમાં હીટવેવનું એલર્ટ.
  • છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કેરળ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલમાં વરસાદનું એલર્ટ.
  • કર્ણાટકમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

રાજ્યોમાં હીટ વેવ એલર્ટ, કેરળમાં ભારે પવન ફૂંકાશે

  • પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ રહેશે.
  • બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, કેરળમાં વરસાદનું એલર્ટ.
  • કેરળમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.


આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખના એક દિવસ પહેલા કેરળમાં આવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું 31 મેના રોજ કેરળ પહોંચશે. જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. હવામાન વિભાગે બુધવારે મોડી રાત્રે આ અંદાજ જાહેર કર્યો હતો. જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે. એટલે કે ચોમાસું 28મી મેથી 3જી જૂન વચ્ચે ગમે ત્યારે આવી શકે છે.

વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું અંદામાન સમુદ્ર અને બંગાળની ખાડીના ટાપુઓ પર બે દિવસ પહેલા એટલે કે 19 મેના રોજ પહોંચવાની સંભાવના છે, જ્યારે ત્યાં પહોંચવાની સામાન્ય તારીખ 21 મે છે. ગયા વર્ષે પણ અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ 8 જૂને કેરળમાં 9 દિવસ મોડું પહોંચ્યું હતું.