રિપોર્ટ@દિલ્હી: રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 18 લોકોના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિલ્હી રેલવે સ્ટેશન પર રાત્રે થયેલી ભાગદોડમાં 18 લોકોના મોત થયા હતા. આમાં 14 મહિલાઓ અને 3 બાળકો છે. 25થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોને દિલ્હીની આરએમએલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સ્ટાફ સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટાભાગના મૃતદેહોની છાતી અને પેટ પર ઈજાના નિશાન હતા. તેમનું ગુંગળામણથી મૃત્યુ થયું.
આ દુર્ઘટના પ્લેટફોર્મ નંબર 13, 14 અને 15 વચ્ચે થયો હતો. મહાકુંભમાં જવા માટે સાંજે 4 વાગ્યાથી સ્ટેશન પર ભીડ એકઠી થવા લાગી. રાત્રે લગભગ 8.30 વાગ્યે પ્રયાગરાજ જતી 3 ટ્રેનો મોડી પડી, જેના કારણે ભીડ વધી ગઈ. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ ટ્રેનનું પ્લેટફોર્મ 14થી 16 નબર પર બદલાઇ ગયું. આના કારણે નાસભાગ મચી ગઈ.
દુર્ઘટનાની તપાસ માટે બે સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. તેમાં ઉત્તર રેલવેના બે અધિકારીઓ, નરસિંહ દેવ અને પંકજ ગંગવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. કમિટીએ નવી દિલ્હી રેલવે સ્ટેશનના તમામ સીસીટીવી વીડિયો ફૂટેજ સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે.
આ પહેલા 29 જાન્યુઆરીએ પ્રયાગરાજના મહાકુંભમાં 30 લોકોના મોત થયા હતા. તે જ સમયે, 10 ફેબ્રુઆરી, 2013ના રોજ કુંભ દરમિયાન પ્રયાગરાજ સ્ટેશન પર ભાગદોડ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 36 લોકોના મોત થયા હતા..