રિપોર્ટ@ઓસ્ટ્રેલિયા: હનુક્કા તહેવાર મનાવી રહેલા યહૂદીઓ પર 2 હુમલાખોરોએ ફાયરિંગ કર્યું, 10 લોકોનાં મોત
નોર્થ બોન્ડી બીચ પર મોટી સંખ્યામાં લોકો રેતી પર દોડતા જોવા મળે છે.
Dec 14, 2025, 16:32 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઓસ્ટ્રેલિયામાથી હદય કંપાવી ઊઠે એવી ઘટના સામે આવી છે. ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર આજે બપોરે હનુક્કા તહેવાર મનાવી રહેલા યહૂદીઓ પર2 હુમલાખોરોએ ફાયરિંગ કર્યું. આમાં 10 લોકોનાં મોત થયાં.
ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. એક વીડિયોમાં નોર્થ બોન્ડી બીચ પર મોટી સંખ્યામાં લોકો રેતી પર દોડતા જોવા મળે છે. આ દરમિયાન જોરદાર ગોળીઓના અવાજો પણ સંભળાયા.
બીજા વીડિયોમાં કાળા કપડાં પહેરેલા બે યુવકો દેખાયા, જેઓ રસ્તા પર ઊભા રહીને રાઇફલ જેવા હથિયારથી ફાયરિંગ કરતા જોવા મળી રહ્યા છે. પોલીસે એક હુમલાખોરને ગોળી મારી દીધી. તે ગંભીર રીતે ઘાયલ છે. જ્યારે બીજા હુમલાખોરને પકડી લેવામાં આવ્યો. હાલમાં બંને પોલીસની હિરાસતમાં છે.

