રિપોર્ટ@દેશ: દેશનાં શાક માર્કેટોમાં ડુંગળીની આવકમાં 29% ઘટાડો જ્યારે ગુજરાતમાં 14.7% વધારો

બટાકાની આવકમાં 15% ઘટાડો
 
આરોગ્યઃ કેન્સરથી લઇ ચહેરા પરની કરચલીઓને દૂર કરે છે ડુંગળી, જાણો ફાયદાઓ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશના માર્કેટમાં શાકભાજીમાં વધારોને ઘટાડો જોવા મળતો જ હોય છે. દેશમાં હીટવેવની સીધી અસર રસોડામાં સૌથી વધુ વપરાતા શાકભાજીની માર્કેટમાં આવક અને તેના ભાવો પર થતી હોય છે. ટમેટા, ડુંગળી અને બટાકા જેને અંગ્રેજીમાં TOP તરીકે ઓળખાય છે તેના ભાવોમાં આ ઉનાળાની સિઝનમાં ભારે અસ્થિરતા જોવા મળી જેનું મુખ્ય કારણ હીટવેવના કારણે શાક માર્કેટોમાં તેની આવકમાં થયેલો ઘટાડો છે.

બેન્ક ઓફ બરોડા રિસર્ચના રિપોર્ટ ‘ઇમ્પેક્ટ ઓફ હિટવેવ ઓન ઇકોનોમી’ મુજબ, હિટવેવથી સૌથી વધુ પ્રભાવિત એપ્રિલ-જૂનમાં ગત વર્ષની તુલનામાં દેશના માર્કેટોમાં ટમેટાની આવક 18%, ડુંગળીની 29% અને બટાકાની 12% ઘટી. તેની સાથે જ ડુંગળીનો ભાવ 89%, બટાકાનો 81% અને ટમેટાનો 38% વધ્યો. ડુંગળી પકવતા પ્રમુખ રાજ્યોમાં સૌથી સારું પ્રદર્શન ગુજરાતમાં રહ્યું. રાજ્યમાં ડુંગળીના પાકમાં ગત વર્ષની તુલનામાં ડુંગળીની આવકમાં 14.7% વધારો નોંધાયો છે. પરંતુ ટમેટાની આવક 18.6% અને બટાકાની આવકમાં 15% ઘટાડો નોંધાયો છે.


ડુંગળીના પાક લેવાની સિઝન જાન્યુઆરીથી મે સુધીની હોય છે. ગુજરાતમાં 2023ની સિઝનમાં 10.46 લાખ ટન ડુંગળોની પાક થયો હતો. આ વર્ષે 10% વધીને 11.54 લાખ ટન નોંધાયો. દેશમાં ડુંગળી પકવતા પ્રમુખ રાજ્યોમાં ગુજરાતનું પ્રદર્શન ગત વર્ષની તુલનામાં ઘણું સારું રહ્યું હતું. જેની સામે ગત વર્ષની તુલનામાં કર્ણાટકમાં 19%, મધ્ય પ્રદેશમાં 50%, રાજસ્થાનમાં 34% ઓછો પાક નોંધાયો છે.