રિપોર્ટ@દેશ: એન્કાઉન્ટરમાં 3 ખાલિસ્તાની આતંકવાદીઓ ઠાર કર્યો , જાણો વધુ વિગતે

માર્યા ગયેલા તમામ આતંકીઓ ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના હોવાનું કહેવાય છે.
 
રિપોર્ટ@દેશ: જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં સુરક્ષાદળોએ 3 આતંકીને ઠાર કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલાક આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવતું હોય છે. ફરી એકવાર યુપીના પીલીભીતમાં એન્કાઉન્ટરમાં 3 ખાલિસ્તાની આતંકવાદીઓ ઠાર કર્યો.  STF અને પંજાબ પોલીસે વહેલી સવારે આ ઓપરેશન હાથ ધર્યું હતું.

માર્યા ગયેલા તમામ આતંકીઓ ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના હોવાનું કહેવાય છે. તેમણે પંજાબના ગુરદાસપુર જિલ્લામાં પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલો કર્યો હતો.

માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે એકે-47 રાઈફલ, બે ગ્લોક પિસ્તોલ અને મોટી માત્રામાં કારતુસ મળી આવ્યા છે. આ એન્કાઉન્ટર પીલીભીતના પુરનપુર કોતવાલી વિસ્તારમાં થયું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓ ગુરદાસપુરના રહેવાસી ગુરવિંદર સિંહ, વીરેન્દ્ર સિંહ ઉર્ફે રવિ અને જસપ્રીત સિંહ ઉર્ફે પ્રતાપ સિંહ છે.

એન્કાઉન્ટરમાં ગોળી વાગ્યા બાદ તમામને પુરનપુર સીએચસીમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં તબીબોએ તમામને મૃત જાહેર કર્યા હતા.