રિપોર્ટ@દેશ: છત અચાનક તૂટી પડતાં એક જ પરિવારના 5 લોકોના મોત, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પટનામાથી એક ભયાનક દુર્ઘટના સામે આવી છે. પટના નજીક દાનાપુરમાં ઘરની છત તૂટી પડતાં એક જ પરિવારના 5 સભ્યોના મોત થયા હતા. આ ઘટના રવિવારે મોડી રાત્રે માનસ નયા પાનાપુર ગામમાં બની હતી. તે ગામ સારણ અને પટણાની સરહદે આવેલા દિયારા ક્ષેત્રમાં આવેલું છે.
ઘરની છત તૂટી પડતાં મોહમ્મદ બબલુ , તેમની પત્ની રોશન ખાતૂન, તેમની પુત્રી રુસર, પુત્ર મોહમ્મદ ચાંદ અને પુત્રી ચાંદની નુંમૃત્યુ થયું છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, મોહમ્મદ બબલુએ ઇન્દિરા આવાસ યોજના હેઠળ ઘર બનાવ્યું હતું, પરંતુ તે ઘણું જુનુ હોવાને કારણે જર્જરિત થઈ ગયું હતું. રવિવારે રાત્રે, ઘરની છત અચાનક તૂટી પડી, જેના કારણે કાટમાળ નીચે સૂતેલા પરિવારના પાંચ સભ્યો દટાઈ ગયા. મોહમ્મદ બબલુનો ભાઈ બહાર હતો, માટે તેનો જીવ બચી ગયો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમારે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. તમામ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાનાપુર મોકલવામાં આવ્યા છ

