રિપોર્ટ@મહારાષ્ટ્ર: હથિયાર બનાવતી ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ, 8નાં મોત

7 ગંભીર રીતે ઘાયલ છે. વિસ્ફોટનો અવાજ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.
 
રિપોર્ટ@મહારાષ્ટ્ર: હથિયાર બનાવતી ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ, 8નાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં વિસ્ફોટની અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર ભયાનક દુર્ઘટના સામે આવી હતી. મહારાષ્ટ્રના ભંડારામાં સેનાનાં હથિયાર બનાવતી ફેક્ટરીમાં આજે સવારે વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થઈ ગયા છે. 7 ગંભીર રીતે ઘાયલ છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. વિસ્ફોટનો અવાજ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આકાશમાં ઊડતો ધુમાડો પણ ઘણા કિલોમીટર દૂરથી દેખાતો હતો.

ભંડારાના કલેક્ટર સંજય કોલ્ટેએ જણાવ્યું હતું કે વિસ્ફોટ સવારે થયો હતો. બ્લાસ્ટને કારણે છત તૂટી પડી છે, જેને JCBની મદદથી હટાવાઇ રહી છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. સમાચાર એજન્સી જણાવ્યું કે 13-14 લોકોને રેસ્કયૂ કરવામાં આવ્યા છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ જવાહર નગર વિસ્તારમાં આવેલી ફેક્ટરીના LTP વિભાગમાં થયો હતો. વિસ્ફોટ સમયે સેક્શનમાં 14 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અકસ્માતમાં 13-14 લોકો છત નીચે ફસાયા હોવાની માહિતી છે.