રિપોર્ટ@દેશ: ટનલ દુર્ઘટનામાં છેલ્લા 24 કલાકથી 8 મજૂરો ફસાયા

બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ પડી રહી છે. ટનલની અંદર પાણી ભરાયેલું છે.
 
રિપોર્ટ@દેશ: ટનલ દુર્ઘટનામાં છેલ્લા 24 કલાકથી 8 મજૂરો ફસાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં SLBC ટનલ દુર્ઘટનામાં છેલ્લા 24 કલાકથી 8 મજૂરો ફસાયા છે. હાલમાં બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ પડી રહી છે. ટનલની અંદર પાણી ભરાયેલું છે.

SDRF અધિકારીના મતે, ટનલમાં પ્રવેશવાનો કોઈ રસ્તો નથી. ઘૂંટણ સુધી કાદવ છે. ટનલની અંદર ઓક્સિજન મોકલવામાં આવી રહ્યો છે. પાણી કાઢવા માટે 100 હોર્સ પાવરનો પંપ મંગાવવામાં આવ્યો છે. બચાવ કામગીરી માટે 145 NDRF અને 120 SDRF જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. સિકંદરાબાદ ખાતે ઈન્ફેન્ટ્રી ડિવિઝનનો ભાગ, આર્મી એન્જિનિયર રેજિમેન્ટ તેમને સ્ટેન્ડબાય પર પણ રાખવામાં આવ્યા છે.

આ દુર્ઘટના 22 ફેબ્રુઆરીની સવારે થઈ હતી. ટનલના એન્ટ્રી પોઈન્ટથી 14 કિમી અંદર ટનલની છતનો લગભગ ૩ મીટર ભાગ તૂટી પડ્યો છે. આ સમય દરમિયાન લગભગ 60 મજૂરો કામ કરી રહ્યા હતા. બાકીના મજૂરો ટનલમાંથી નીકળી ગયા હતા, પરંતુ ટનલ બોરિંગ મશીન ચલાવતા કામદારો ફસાઈ ગયા. તેમાં બે એન્જિનિયર, બે મશીન ઓપરેટર અને ચાર મજૂર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી સાથે ફોન પર વાત કરી અને દુર્ઘટના વિશે માહિતી મેળવી અને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી.