રિપોર્ટ@દેશ: યુવકે 100 ફૂટ ઉંચી પાણીની ટાંકી પરથી કૂદીને આત્મહત્યા કરી

યુવકના હાડકાં બહાર આવી ગયા
 
રિપોર્ટ@દેશ: યુવકે 100 ફૂટ ઉંચી પાણીની ટાંકી પરથી કૂદીને આત્મહત્યા કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં આત્મહત્યાના બનાવો દિવસે-દિવસે વધી રહ્યા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાની ઘટના સામે આવતી હોય છે.  પંજાબના ખરારમાં ચંદીગઢ યુનિવર્સિટી (CU)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ 100 ફૂટ ઉંચી પાણીની ટાંકી પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેનો છલાંગ લગાવતો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કૂદતો જોવા મળી રહ્યો છે.

મૃતક વિદ્યાર્થીની ઓળખ બહાદુરગઢ (હરિયાણા)ના રહેવાસી 19 વર્ષીય સુમિત છિક્કારા તરીકે થઈ છે. તે તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. મિત્રોએ પોલીસને જણાવ્યું કે, મૃતકે આ પગલું ભર્યા પહેલા પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના 15 જુલાઈની હોવાનું કહેવાય છે.


સુમિત ખડુઆન સ્થિત CUમાં BBAનો વિદ્યાર્થી હતો. તેના સાથીદારો આદિત્ય અને વૈભવે જણાવ્યું કે, સુમિત તેમનો મિત્ર હતો, જે કેટલાક દિવસોથી પૈસાની લેવડ-દેવડને લઈને ચિંતિત હતો. સુમિતે પહેલા તેના હાથની નસ કાપી અને પછી અચાનક મોર્ડન સિટી સેન્ટરમાં બનેલી પાણીની ટાંકી ઉપર ચઢી ગયો. મિત્રો અને આસપાસના લોકોએ તેને ટાંકી પર ચડતા જોયો કે તરત જ તેઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેને રોકવા માટે બે વ્યક્તિઓ પણ ટાંકી પર ચઢ્યા હતા, પરંતુ સુમિતે તેમને ચઢતા જોઈને ટાંકીમાંથી છલાંગ લગાવી દીધી હતી.


બે યુવક તેને સરકારી દવાખાને ખરાર લઈ આવ્યા. તપાસ બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ યુવકના બંને પગ ભાંગી ગયા હતા. પગના હાડકાં બહાર દેખાતા હતા. તે મોર્ડન વેલી ખાનપુરમાં પીજીમાં તેના મિત્રો સાથે રહેતો હતો અને તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. આ અકસ્માતની માહિતી મળતાં જ મૃતકના પરિવારજનો હરિયાણાના બહાદુરગઢથી સરકારી હોસ્પિટલ ખારર પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપી દીધું છે.