રિપોર્ટ@દિલ્હી: વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીની ચોથી યાદી જાહેર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિલ્હીમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી યોજવા જઈ રહી છે. વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીની ચોથી બહાર પાડવામાં આવી છે. તેમાં 38 નામ છે. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી ચૂંટણી લડશે. કાલકાજીથી સીએમ આતિશીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશથી, સત્યેન્દ્ર જૈન શકુર બસ્તીથી ચૂંટણી લડશે.
AAPએ 21 નવેમ્બરથી 15 ડિસેમ્બરની વચ્ચે એટલે કે 25 દિવસમાં કુલ 4 યાદીમાં 70 ઉમેદવારોના નામ જાહેર કર્યા. આ વખતે 26 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ રદ કરવામાં આવી છે. 4 ધારાસભ્યોની બેઠકો બદલવામાં આવી છે.
જેમાં મનીષ સિસોદિયાને પટપરગંજથી જંગપુરા, રાખી બિદલાનને મંગોલપુરીથી માદીપુર, પ્રવીણ કુમારને જંગપુરાથી જનકપુરી અને દુર્ગેશ પાઠકને કરવલ નગરથી રાજેન્દ્રનગરની ટિકિટ આપવામાં આવી છે. રાઘવ ચઢ્ઢા 2019માં રાજેન્દ્રનગરથી ધારાસભ્ય હતા. તેઓ રાજ્યસભામાં ગયા બાદ આ બેઠક ખાલી પડી હતી.