રિપોર્ટ@મહારાષ્ટ્ર: વિધાનસભા ચૂંટણી પહેલાં શિવસેનાનેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

મહારાષ્ટ્રમાં આવતીકાલે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. રાજ્યની તમામ 288 વિધાનસભા બેઠકો પર એકસાથે મતદાન થયું હતું.
 
રિપોર્ટ@મહારાષ્ટ્ર: વિધાનસભા ચૂંટણી પહેલાં શિવસેનાનેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલાં શિવસેના નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને ગુજરાતમાં ફેરવવા માગે છે.

મહારાષ્ટ્રમાં આવતીકાલે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. રાજ્યની તમામ 288 વિધાનસભા બેઠકો પર એકસાથે મતદાન થયું હતું. આ પહેલાં ચૂંટણીપ્રચારનો સમયગાળો સમાપ્ત થઈ ગયો હતો. દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

સંજય રાઉતે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને ગુજરાતમાં ફેરવવા માગે છે. આ સાથે તેમણે કહ્યું હતું કે આ લડાઈ મહારાષ્ટ્રને ગુજરાતીઓના અતિક્રમણથી બચાવવાની છે. ગુજરાત અને દિલ્હીથી મોકલવામાં આવેલા ભાજપના કાર્યકરોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે આ લોકો ચૂંટણીને પ્રભાવિત કરશે.