રિપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદી સહિત તમામ મોટા નેતાઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
રાહુલ ગાંધીએ લખ્યું- ગાંધીજી માત્ર એક વ્યક્તિ નથી, તેઓ ભારતના આત્મા છે, અને આજે પણ દરેક ભારતીયમાં જીવંત છે
Jan 30, 2025, 17:57 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 77મી પુણ્યતિથિ છે. વડાપ્રધાન મોદી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોચ્યાં હતા. દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન મોદી સહિત તમામ મોટા નેતાઓએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
વડાપ્રધાને સોશિયલ મીડિયા પર લખ્યું X પર આદરણીય બાપુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. તેમના આદર્શો આપણને વિકસિત ભારત બનાવવાની પ્રેરણા આપે છે. હું દેશ માટે શહીદ થયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપું છું અને તેમની સેવા અને બલિદાનને યાદ કરું છું.
રાહુલ ગાંધીએ લખ્યું- ગાંધીજી માત્ર એક વ્યક્તિ નથી, તેઓ ભારતના આત્મા છે, અને આજે પણ દરેક ભારતીયમાં જીવંત છે