રિપોર્ટ@અમેરિકા: લેન્ડિંગ દરમિયાન ફ્રન્ટિયર એરલાઈન્સના પ્લેનમાં આગ લાગી, 190 મુસાફરો સવાર હતા

સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી. તમામ મુસાફરોને સમયસર વિમાનમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા
 
રિપોર્ટ@અમેરિકા: લેન્ડિંગ દરમિયાન ફ્રન્ટિયર એરલાઈન્સના પ્લેનમાં આગ લાગી, 190 મુસાફરો સવાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક વિમાન દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર વિમાન દુર્ઘટના સામે આવી છે. અમેરિકાના લાસ વેગાસમાં એક ભયાનક દુર્ઘટના ટળી છે. અહીં લેન્ડિંગ દરમિયાન ફ્રન્ટિયર એરલાઈન્સના પ્લેનમાં આગ લાગી હતી. વિમાનમાં 190 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર સવાર હતા. સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી. તમામ મુસાફરોને સમયસર વિમાનમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, સેન ડિએગોથી લાસ વેગાસ જતી ફ્રન્ટિયર એરલાઈન્સની ફ્લાઈટ 1326નું લાસ વેગાસના હેરી રીડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વિમાનના એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોયા બાદ પાઈલટે લાસ વેગાસમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરવાની પરવાનગી માગી હતી.

દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લેન્ડિંગ દરમિયાન પ્લેનમાં આગ લાગી હતી. સારી વાત એ છે કે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અગાઉથી વ્યવસ્થા હતી અને આગ તરત જ ઓલવાઈ ગઈ હતી.

એક પછી એક તમામ 190 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બરને તાત્કાલિક વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. એરલાઇન અનુસાર, ફ્લાઇટમાં હાજર તમામ લોકો સુરક્ષિત છે અને કોઈપણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.