રિપોર્ટ@આસામ: 300 ફૂટ ઊંડી કોલસાની ખાણમાં મજુરોના રેસ્ક્યૂ ઓપરેશનનો આજે 7મો દિવસ

અત્યાર સુધીમાં 4 મજૂરોના મૃતદેહ મળી આવ્યા છે. ખાણની અંદર રેટ હોલમાં 5 મજુરો હજુ પણ ફસાયેલા છે.
 
રિપોર્ટ@આસામ: 300 ફૂટ ઊંડી કોલસાની ખાણમાં મજુરોના રેસ્ક્યૂ ઓપરેશનનો આજે 7મો દિવસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

300 ફૂટ ઊંડી કોલસાની ખાણમાં કેટલાક મજુરો  પડી ગયા હતાં. તેમને બચાવા માટેની કામગીરી ગણા દિવસોથી ચાલી રહી છે. આસામના દિમા હસાઓ જિલ્લામાં 300 ફૂટ ઊંડી કોલસાની ખાણમાં મજુરોના રેસ્ક્યૂ ઓપરેશનનો આજે 7મો દિવસ છે. અત્યાર સુધીમાં 4 મજૂરોના મૃતદેહ મળી આવ્યા છે. ખાણની અંદર રેટ હોલમાં 5 મજુરો હજુ પણ ફસાયેલા છે.

8 જાન્યુઆરીએ નેપાળના ગંગા બહાદુર શ્રેષ્ઠ અને 11 જાન્યુઆરીએ ઉમરાંગસોના લિજેન મગર, કોકરાઝારના ખુશી મોહન રાય અને સોનિતપુરના સરત ગોયારીના મૃતદેહો મળી આવ્યા હતા.

રેસ્ક્યૂ ઓપરેશન ભારતીય સેના અને NDRF દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આસામના સ્પેશિયલ ડીજીપી હરમીત સિંહે કહ્યું કે દુર્ઘટનાના દિવસે ખાણમાં પાણીનું સ્તર 30 મીટર હતું, હવે તે ઘટીને 15 મીટરથી પણ ઓછું થઈ ગયું છે. રાજ્યના ખાણ અને ખનિજ મંત્રી કૌશિક રાયે કહ્યું કે આગામી 36 કલાકમાં પાણી કાઢવાનું કામ પૂર્ણ થઈ શકે છે.