રિપોર્ટ@દેશ: અયોધ્યા ભગવાન રામના સ્વાગત માટે સંપૂર્ણ રીતે તૈયાર, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં દિવાળીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. તમામ લોકો ધામધૂમથી તહેવારની ઉજવણી કરતા હોય છે. અયોધ્યા ભગવાન રામના સ્વાગત માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. રસ્તાઓ પર વિવિધ સ્થળોએ ટેબ્લોઝ છે. કલાકારો ડાન્સ કરી રહ્યા છે. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી આ પહેલો દીપોત્સવ છે. આ કાર્યક્રમને ખાસ બનાવવા માટે CM યોગી પોતે અયોધ્યામાં રહેશે.
ભગવાનના સ્વાગત માટે દેશ-વિદેશના ભક્તો અયોધ્યા પહોંચ્યા છે. સમગ્ર વાતાવરણ રામમય થઈ ગયું છે. રામ મંદિરમાં એક ખાસ રંગોળી બનાવવામાં આવી હતી, જેમાં રંગોનો નહીં પણ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરવાજા પર તોરણ લગાવવામાં આવ્યા છે.
બીજી તરફ, એક સાથે 28 લાખ દીવા પ્રગટાવવાનો રેકોર્ડ બનાવવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 55 ઘાટ પર દીવડા સજાવવામાં આવ્યા છે. તેલની વાટ લગાવવાનું કામ 30 ઓક્ટોબરની સાંજે પૂર્ણ થશે. આ પછી દીવા પ્રગટાવવામાં આવશે. સીએમ યોગી 8મી વખત ભવ્ય કાર્યક્રમના સાક્ષી બનવા 30 ઓક્ટોબરે બપોરે 2.20 કલાકે રામકથા પાર્ક પહોંચશે.