રિપોર્ટ@દેશ: યમુનામાં 35 ફૂટ ઊંડાઈએ અચાનક બોટ પલટી, જાણો વધુ વિગતે

બોટમાં સવાર 10 લોકો યમુના નદીમાં ડૂબવા લાગ્યા. વોટર પોલીસે લાઇફ જેકેટ અને રિંગ્સ ફેંકીને બધાને બચાવ્યા.
 
રિપોર્ટ@દેશ: યમુનામાં 35 ફૂટ ઊંડાઈએ અચાનક બોટ પલટી, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં કુંભના મહામેળો ચાલી રહ્યો છે. કરોડો લોકો મેળામાં પહોચ્યા હતા. ત્યારેય કેટલીક દુર્ઘટનાઓ બની રહી છે. આજે મહાકુંભમાં પ્રખ્યાત હરિયાણવી ગાયિકા સપના ચૌધરી પહોંચી. તેમણે સંગમમાં ડૂબકી લગાવી. આ દરમિયાન, ક્રિકેટર સુરેશ રૈનાએ પણ તેની પત્ની પ્રિયંકા અને મિત્રો સાથે સંગમમાં ડૂબકી લગાવી. રૈનાએ કહ્યું- આ પવિત્ર કાર્યક્રમનો ભાગ બનીને હું ધન્ય અનુભવું છું.

બીજી તરફ, સીએમ યોગી વિશ્વ હિન્દુ પરિષદના કેમ્પમાં પહોંચ્યા. અહીં બે દિવસની ખાસ બેઠક ચાલી રહી છે. મહાકુંભની શરૂઆત પછી આ તેમની ત્રીજી મુલાકાત છે. તેઓ મૌની અમાવસ્યા સ્નાન સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરશે.

આજે સવારે  કિલા ઘાટ ખાતે યમુના નદીમાં એક બોટ પલટી ગઈ હતી. બોટમાં સવાર 10 લોકો યમુના નદીમાં ડૂબવા લાગ્યા. વોટર પોલીસે લાઇફ જેકેટ અને રિંગ્સ ફેંકીને બધાને બચાવ્યા. જ્યાં અકસ્માત થયો હતો, ત્યાં યમુનાની ઊંડાઈ લગભગ 35 ફૂટ હતી. બધાને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.