રિપોર્ટ@દેશ: તિરુપતિની 2 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર ધમકીનાં મેસેજ મળતા હોય છે. ફરી એકવાર એવી ઘટના બની છે. આંધ્રપ્રદેશના તિરુપતિમાં 2 હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો. ધમકી બાદ રાજ પાર્ક હોટેલ અને પાઈ વાઈસરોય હોટલને ખાલી કરાવવામાં આવી હતી. જો કે, તપાસ બાદ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. તેમણે કહ્યું- ઈમેલ ખોટો હતો.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ ધમકીભર્યા મેલમાં લખવામાં આવ્યું હતું કે ચંદ્રબાબુ નાયડુની કારમાં પણ IED બોમ્બ લગાવવામાં આવ્યો છે. અફઝલ ગુરુ ફરી જીવતો થશે. આ સિવાય મેલમાં તમિલનાડુના DGP, ડેપ્યુટી CM ઉધયનિધિ સ્ટાલિનની પત્ની અને ISIનો ઉલ્લેખ છે.
મેલમાં લખવામાં આવ્યું હતું- સલ્ફરથી બનેલો IED બોમ્બ હોટલની પાઇપલાઇનમાં મૂકવામાં આવ્યો છે. સવારે 10:35 વાગ્યા સુધીમાં હોટેલ ખાલી કરો. બોમ્બનો ડિએક્ટિવેશન કોડ 4566 છે. આ સિસ્ટમ ગેલિલિયો નામની એપથી ઓપરેટ થાય છે.