રીપોર્ટ@દેશ: ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતા સમયે ભાવુક થયા બ્રાઝીલના રાષ્ટ્રપતિ લુઈસ ઈનાસિયો
જીવનમાં મહાત્મા ગાંધીનું ખૂબ મહત્વ
Sep 11, 2023, 12:38 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇસ ઇનાસિયો લુલા દા સિલ્વા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે અમે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા ગયા ત્યારે હું ખૂબ જ ભાવુક થઈ ગયો હતો.મારા રાજકીય જીવનમાં મહાત્મા ગાંધીનું ખૂબ મહત્વ છે કારણ કે મેં ઘણા દાયકા સુધી અહિંસાનું પાલન કર્યું છે.એક સમય એવો હતો કે જ્યારે હું મજૂર આંદોલન માટે લડ્યો હતો.
આ જ કારણે જ્યારે મેં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા ગયો ત્યારે હું ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. આ સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝીલના રાષ્ટ્રપતિને G20 પ્રેસિડેન્સીની ઔપચારિક બેટન સોંપી હતી.