રિપોર્ટ@મહારાષ્ટ્ર: નાગપુર હિંસાના મુખ્ય આરોપીના ઘરે બુલડોઝર ફર્યું, જાણો વધુ

ફહીમ પર 500થી વધુ તોફાનીઓને ભેગા કરવાનો અને હિંસા ભડકાવવાનો આરોપ છે.
 
રિપોર્ટ@મહારાષ્ટ્ર: નાગપુર હિંસાના મુખ્ય આરોપીના ઘરે બુલડોઝર ફર્યું, જાણો વધુ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહારાષ્ટ્રના આરોપીના ઘરે બુલડોઝર ફર્યું. ઔરંગઝેબની કબર હટાવવા અંગે નાગપુર હિંસાના મુખ્ય આરોપી ફહીમ ખાનના ઘરે બુલડોઝર ચલાવવામાં આવ્યું. નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશને તેને ગેરકાયદેસર બાંધકામ જાતે દૂર કરવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો, જે આજે પૂર્ણ થયો. હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે.

આ પહેલાં 21 માર્ચે ફહીમ ખાને જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ફહીમે દાવો કર્યો હતો કે રાજકીય બદલાના કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તેમણે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સામે કાર્યવાહીની માગ કરી હતી.

હકીકતમાં, ઔરંગઝેબની કબર હટાવવા પર થયેલી હિંસાના કેસમાં માસ્ટર માઇન્ડ ફહીમ સહિત 6 આરોપીઓ સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. ફહીમ પર 500થી વધુ તોફાનીઓને ભેગા કરવાનો અને હિંસા ભડકાવવાનો આરોપ છે.

રમખાણો અને આગચંપીની ઘટનાઓના બે દિવસ પછી 19 માર્ચે, માઇનોરિટીઝ ડેમોક્રેટિક પાર્ટીના શહેર પ્રમુખ ફહીમ ખાનની ધરપકડ કરવામાં આવી હતી.