રિપોર્ટ@દેશ: બસ સાથે બાઇક અથડાતાં ભીષણ આગ લાગી, 20 લોકોના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આંધ્રપ્રદેશના કુર્નૂલમાં ચિન્નાટેકુર નજીક એક ખાનગી બસમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 20 મુસાફર જીવતા બળી ગયા હતા. રિપોર્ટ્સમાં આ આંકડો 25 જણાવવામાં આવ્યો છે. આ ઘટના આજે વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ બની હતી. મૃત્યુઆંક વધી શકે છે.
હૈદરાબાદથી બેંગલુરુ જઈ રહેલી બસ NH-44 પર મુસાફરી કરતી વખતે બાઇક સાથે અથડાઈ હતી. બાઇક બસ નીચે ગઈ અને ઇંધણ ટાંકી સાથે અથડાઈ, જેના કારણે બસમાં તરત જ આગ લાગી ગઈ. અહેવાલો દર્શાવે છે કે બસમાં આશરે 40 મુસાફરો હતા. આ અકસ્માતમાં બાઈકસવાર શિવશંકરનું પણ મોત નીપજ્યું.
બસમાં અંદાજે 40 મુસાફર હતા. તેમાંથી ઘણા બળી ગયા હતા. 19 લોકો કૂદીને બચી ગયા હતા. જે લોકો ઇમર્જન્સી ગેટ તોડીને ભાગ્યા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમને કુર્નૂલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસનું કહેવું છે કે ઘણા મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા છે, જેના કારણે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે.

