રીપોર્ટ@ચાંદખેડા: યુવકે વ્યાજખોરો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ચાંદખેડામાં યુવકે રૂપિયા ચૂકવ્યા છતાં પણ વ્યાજખોરે વધુ નાણાંની માંગ કરી

 
કાર્યવાહી@અમદાવાદ: નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું, SOGએ 2 ઇસમને દબોચ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

  • રૂપિયા નહીં આપે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી
  • ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કિશનસિંહ વાધેલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી
  • ચાંદખેડામાં રહેતા યુવકે વ્યાજખોર પાસેથી 10 ટકા વ્યાજે રૂ.2 લાખ લીધા હતા અને રૂ.1.85 લાખ ચૂકવી આપ્યા હતા.

    તેમ છતા વ્યાજખોરે વધુ બે લાખની માંગણી કરીને યુવકે આપેલા ચેક બેંકમાં ભરીને નોટિસ મોકલાવી હતી. બાદમાં પૈસા નહીં આપે તો ખોટો કેસ કરાવી દઈશ તેવી ધમકી આપતો હતો. જેથી કંટાળીને યુવકે વ્યાજખોર સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  • ચાંદખેડામાં રહેતા રાહુલ શાહ રીક્ષા ડ્રાઇવિંગ કરે છે. ગત વર્ષ 2018માં પૈસાની જરૂર હોવાથી તેમણે મિત્ર કિશનસિંહ વાધેલા પાસેથી રૂ.2 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. જેના બદલામાં રાહુલભાઈએ તેમની પત્નીના બેન્ક એકાઉન્ટના કોરા બે ચેક સહિ કરેલા આપ્યા હતા. ધીમે ધીમે કરીને રાહુલ શાહે કિશનને રૂ.1.85 લાખ ચૂકવી આપ્યા હતા. બીજી બાજુ વ્યાજખોર કિશન વધુ વ્યાજ અને મુડીની માંગણી કરતો હતો. રાહુલભાઈએ પૈસા ન હોવાથી થોડા સમયમાં પૈસા ભરી આપવાની વાત કરી ત્યારે કિશને રાહુલની પત્નીના ચેક પર રૂ.10 લાખ લખીને બેંકમાં ભરી દીધો હતો. જેથી નોટિસ પણ આવી હતી. બાદમાં કિશન અવાર નવાર મારી બધી મુડી બાકી છે તેમ કહીને અવાર નવાર ખોટા કેસમાં ફ્સાવી દેવાની અવાર નવાર ધમકી આપતો હતો. જેથી કંટાળીને રાહુલભાઈએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કિશનસિંહ વાધેલા સામેફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.