રિપોર્ટ@દિલ્હી: વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનમાં ફેરફાર

કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ અનુસાર, હવે દિલ્હી-NCRમાં GRAP-3 લાગુ કરવાની સાથે, 5મી સુધીના તમામ વર્ગો ઓનલાઈન કરવા ફરજિયાત છે.
 
રિપોર્ટ@દિલ્હી: વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનમાં ફેરફાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દિલ્હીમાં ગણા સમયથી વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. જેના કારણે સરકાર દ્વ્રારા કેટલાક મહત્વનાં નિર્ણય લેવામાં આવ્યા છે. વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ અનુસાર, હવે દિલ્હી-NCRમાં GRAP-3 લાગુ કરવાની સાથે, 5મી સુધીના તમામ વર્ગો ઓનલાઈન કરવા ફરજિયાત છે. બીજી તરફ, જો GRAP-4 લાગુ કરવામાં આવશે તો 12મા સુધીના તમામ વર્ગો ઓનલાઈન ચાલશે.

પહેલા રાજ્ય સરકારોને શાળાઓ સંબંધિત આ નિર્ણય લેવાનો અધિકાર હતો, પરંતુ હવે તેને નિયમ બનાવી દેવામાં આવ્યો છે. રાજધાનીમાં બુધવારે સતત 5માં દિવસે AQI 400થી ઉપર નોંધાયો હતો. AQI અનુસાર, આ પ્રદૂષણની 'ગંભીર' કેટેગરી છે.