રિપોર્ટ@દેશ: મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ચૂંટણી લડવા માટે પોતાનું નામાંકન ભર્યું

ડેપ્યુટી સીએમ અજિત પવારે પણ સોમવારે સવારે બારામતીથી ઉમેદવારી નોંધાવી છે. અજીતના ભત્રીજા યુગેન્દ્ર પવાર આ બેઠક પરથી NCP-શરદ જૂથના ઉમેદવાર છે.
 
રિપોર્ટ@દેશ: મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ચૂંટણી લડવા માટે પોતાનું નામાંકન ભર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારેય કેટલાક ઉમેદવારો ફોમ ભરી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે થાણેની કોપરી પચપાખાડી બેઠક પરથી ચૂંટણી લડવા માટે પોતાનું નામાંકન ભર્યું હતું. નોમિનેશન પહેલા તેમણે થાણેમાં રોડ શો પણ કર્યો હતો.

ડેપ્યુટી સીએમ અજિત પવારે પણ સોમવારે સવારે બારામતીથી ઉમેદવારી નોંધાવી છે. અજીતના ભત્રીજા યુગેન્દ્ર પવાર આ બેઠક પરથી NCP-શરદ જૂથના ઉમેદવાર છે. યુગેન્દ્રએ પણ સોમવારે સવારે જ ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન તેમની સાથે શરદ પવાર અને સુપ્રિયા સુલે પણ હાજર હતા.

બીજી તરફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ટિકિટ પર માહિમ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેએ પણ ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમની સાથે MNSના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર હતા. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર છે.