રીપોર્ટ@દેશ: 1 લી મે ગુજરાતનો સ્થાપના દિવસ છે.જાણો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું ગુજરાત

મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની અલગ રચના ઈ.સ. 1960માં મુંબઈના દ્રીભાષી રાજ્યનું વિભાજન કરીને કરવામાં આવી હતી
 
ગુજરાત બનશે મુંબઇ: રીટેલ દુકાનોને ર૪ કલાક ખુલ્લી રાખવા છુટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

સામાન્ય રીતે નવા રાજ્યનું ઉદઘાટન રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કે એવા કોઈ પદવીધારીના હાથે થતું હોય છે. પરંતુ ગુજરાતે નવી પ્રથા પાડી. તેણે પોતાના નવા રાજ્યનું ઉદઘાટન મૂક્સેવક રવિશંકર મહારાજના હાથે કરાવ્યું.

1મે 1960 ના રોજ રવિશંકર મહારાજે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે નવા ગુજરાત રાજ્યનો મંગળ પ્રારંભ કરાવી આશીર્વચન પાઠવ્યા હતા.ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાજ જંગ તથા મુખ્યમંત્રી તરીકે ડો.જીવરામ મહેતાએ કાર્યભાર સંભાળ્યો હતો.

ગુજરાતની પ્રજાની લાગણી ગુજરાતનું અલગ રાજ્ય થાય તેવી હતી

ગુજરાત રાજ્યના સ્થાપનાના મૂળમાં વિવિધ તબક્કે ભાષાવાર રાજ્યો રચવાની ભલામણ મહત્વની કડી બની હતી.તેવા સમયે બૃહદ મુંબઈ રાજ્યમાં ગુજરાતી અને મરાઠી બંને ભાષા બોલનાર વિસ્તારોનો સમાવેશ થતો હતો. ગુજરાતની પ્રજાની લાગણી ગુજરાતનું અલગ રાજ્ય થાય તેવી હતી. આખરે આ લાગણીમાંથી મહાગુજરાત ચળવળની શરૂઆત થઈ. ગુજરાત અને મુંબઈના આર્થિક હિતો એકબીજા સાથે જોડાયેલા હતા. તેથી તે વખતના ગુજરાતના રાષ્ટ્રીય નેતાઓને દ્રીભાષી રાજ્યનો સ્વીકાર કર્યો હતો. પણ પ્રજાને તે સ્વીકાર્ય ન હતું.

આ મહાગુજરાત આંદોલનના પ્રણેતા નડિયાદના ઈન્દુલાલ યાજ્ઞિક હતાં. અંગ્રેજી શાસન દરમિયાન અસ્તિત્વમાં આવેલા મુંબઇ રાજ્યમાંથી આઝાદીનાં 12 વર્ષ પછી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડવાની ઘટના બની. ગુજરાતી ભાષી અને મરાઠી ભાષી બન્ને પ્રજાનાં ઉગ્ર આંદોલનને કારણે દ્વિભાષી મુંબઇ રાજ્યમાંથી અનુક્રમે ગુજરાત અને મહારાષ્ટ્ર અસ્તિત્ત્વમાં આવ્યાં.

અલગ ગુજરાત માટેની લડાઇ પ્રમાણમાં સ્પષ્ટ અને લાંબી દલીલબાજી વિનાની હતી

જૂના દ્વિભાષી રાજ્ય મુંબઇમાં મોરારજી દેસાઇએ ત્રણ ભૌગોલિક એકમ સૂચવ્યા હતા. જેમાં ગુજરાતી ભાષીઓનું કચ્છ-કાઠિયાવાડ સહિતનું ગુજરાત, મરાઠી ભાષીઓનું મહારાષ્ટ્ર અને મુંબઇ શહેર. જેમાં કેટલાક ધનિકોને બાદ કરતાં મુંબઇને ગુજરાતમાં લેવું જોઇએ એવી વ્યાપક માગણી કે લાગણી ન હતી. એવી જ રીતે અલગ ગુજરાત માટેની લડાઇ પ્રમાણમાં સ્પષ્ટ અને લાંબી દલીલબાજી વિનાની હતી. પણ મરાઠીભાષીઓની લડાઇ વધારે અટપટી હતી. તેમને ફક્ત મરાઠીભાષીઓનું મહારાષ્ટ્ર જ નહીં, મુંબઇ સહિતનું મહારાષ્ટ્ર મેળવવાનું હતું.

ગુજરાતને અલગ મહારાષ્ટ્ર અને અલગ મુંબઇનું અસ્તિત્ત્વ સ્વીકારતો કાયદો પણ 1956માં સંસદમાં પસાર થઇ ચૂક્યો હતો અને અમદાવાદમાં ગુજરાતનું પાટનગર તથા સચિવાલય બનાવવા માટે મુંબઇથી પ્રધાનોની અવરજવર શરૂ થઇ ગઇ હતી. તેમજ લોહી રેડ્યા વિના અલગ ગુજરાત મળી ગયાનો આનંદોત્સાહ ગુજરાતમાં ફેલાયો હતો.

1956 માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરી

અલગ ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા માટે ઈન્દુચાચાનાં હુલામણા નામે ઓળખાતાં સ્વ. ઈન્દુલાલ યાજ્ઞિકે તત્કાલિન મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાપવા માટે સપ્ટેમ્બર-1956 માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરીને શરૂ કરેલ મહાગુજરાત ચળવળને કારણે ચાર વર્ષ બાદ આખરે 1 લી મે 1960ના રોજ સફળતા મળી. જ્યારે કેન્દ્ર સરકારે દ્બિભાષી મુંબઈ રાજ્યનાં વિભાજનનો ખરડો પસાર કર્યો.

વર્ષ 1956 માં સ્ટેટ્સ રીઓર્ગેનાઈઝેશન એક્ટ દ્વારા રાજ્યોની સીમા નક્કી કરવામાં આવેલી તે સમયે એક બોમ્બે રાજ્ય હતું, જેમાં ગુજરાતી, કચ્છી, મરાઠી અને કોંકણી ભાષા બોલનારા લોકો વસતા હતા. ગુજરાતી અને કચ્છી બોલનારા લોકોનું એક અલગ રાજ્ય હોય તેવી માંગ સાથે મહાગુજરાત આંદોલન થયું. અમદાવાદ ખાતે થયેલા આ આંદોલનમાં અમુક વિદ્યાર્થીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો.

ગુજરાતની પ્રજાને જાગૃત કરવામાં ઇન્દુલાલ યાજ્ઞિકનું પ્રદાન નોંધપાત્ર

ત્યારબાદ ગુજરાત રાજ્યનું સ્વપ્ન સાકાર થયું અને હાલના ગુજરાતનું નિર્માણ થયું. ગુજરાતને વિભાજિત કરવા માટે ઈ.સ.1958 થી ઈ.સ. 1960 ના સમયગાળામાં ચાલેલા મહાગુજરાતની ચળવળમાં આંદોલનનો શંખનાદ કરી ગુજરાતની પ્રજાને જાગૃત કરવામાં ઇન્દુલાલ યાજ્ઞિકનું પ્રદાન અત્યંત નોંધપાત્ર છે સંસદમાં દ્રીભાષી રાજ્યનો ઠરાવ સ્વીકાર્યો. તે જ દિવસે અમદાવાદના લો કોલેજના વિદ્યાર્થીઓની સભામાં પગલાં સમિતિની રચના કરવામાં આવી. વિદ્યાર્થીઓએ સ્વયભૂ દેખાવો શરુ કર્યા. જે ઘટનાએ ધીમે ધીમે આંદોલન ઉગ્ર બનાવ્યું. લોકોનો રોષ ભભૂકવા લાગ્યો, પરંતુ તે વખતના નેતાઓ આ રોષને સમજી શક્યા નહી અને તેની અવગણના કરી.

મહાગુજરાત આંદોલનની ચળવળ સમયે પોતાની પાસેની ઝોળીમાં સીંગ-ચણા લઈને રાતદિવસ જોયાં વિના ગુજરાતને અલગ અસ્તિત્વની ઓળખ આપનારાં ઈન્દુલાલ યાજ્ઞિકે કહ્યું હતું કે 'હું તો પગથી પર જીવતો આદમી છું. સાચી ઉન્નતિ અને શાંતિ માટે જીવીશ અને મરીશ તો પણ કાર્ય કરતાં કરતાં જ.'

ચળવળ ઉગ્ર બનતી હતી, જેની પ્રતીતિ અનેક પ્રસંગોથી થતી

લોકો રાષ્ટ્રીય નેતાઓની સભા વખતે જાતે બંધ પાળીને તેનો બહિષ્કાર કરતા. ઇન્દુલાલ યાજ્ઞિકને સાંભળવા લોકો ઊમટી પડ્યા હતા અને ચળવળ ઉગ્ર બનતી હતી, જેની પ્રતીતિ અનેક પ્રસંગોથી થતી હતી.ઈ.સ. 1958માં જનતા પરિષદે આંદોલનમાં મૃત્યુ પામેલા યુવકોની યાદ માટે અમદાવાદમાં લાલ દરવાજા નજીક શહીદ સ્મારક રચવાનો નિર્ણય કર્યો ફરી સ્થળ અંગે વિવાદ સર્જાતા તોફાનો થયા હતા . જાહેર અને ખાનગી મિલકતોને નુકસાન થયું. દ્રીભાષીના સમર્થકોને જાહેરમાં આવવાનું તથા પ્રવચન કરવાનું મુશ્કેલ બન્યું. ઇન્દુલાલ્ યાજ્ઞિક શહીદ સ્મારક સત્યાગ્રહ વગેરેનું સંચાલન કરી જનતાના ચાચા બન્યા. અમદાવાદમાં ઇન્દુચાચાની ભવ્ય પ્રતિમા આજે પણ છે.

ઇન્દુચાચાએ સૌ પ્રથમ વખતે જનતા કરફ્યુનુ એલાન કર્યુ

ભારતની આઝાદી માટેની અહિંસક જંગ પછી મહાગુજરાત ચળવળને અહિંસાના રસ્તે હક મેળવવાનો મોટુ આંદોલન ગણવામા આવે છે. જેમ ગાંધીજીએ ઉપવાસનુ અહિંસક શસ્ત્ર આપ્યુ તેમ મહાગુજરાત આંદોલને જનતા કરફ્યુ અને પેરલલ મિટીંગ જેવા બે અહિંસક શસ્ત્રો આપ્યા છે. મહાગુજરાત આંદોલન દરમિયાન પોલીસ ફાયરીંગમા બે યુવકોના મોતથી જ્યારે અમદાવાદમાં ભારે તણાવની સ્થિતી હતી ત્યારે જ મોરારજી દેસાઇએ અમદાવાદ ખાતે લાલ દરવાજા વિસ્તારમાં ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી. અને એવી ભીતી સેવાઇ રહી હતી કે જો મોરારજી દેસાઇના ઉપવાસ વખતે મોટી સંખ્યામા લોકો વિરોધ પ્રદર્શનમા જોડાશે તો મોટાપાયે હિંસા થશે એટલે ઇન્દુચાચાએ સૌ પ્રથમ વખતે જનતા કરફ્યુનુ એલાન કર્યુ.

ત્રણ દિવસમાં જ 14 યુવાનોનાં મોત થયાં અને 90 થી વધારે ઘવાયા હતા

આશ્ચર્ય વચ્ચે તે દિવસે અમદાવાદમા લોકો ઘરમા જ પુરાઇ રહ્યા અને બીજા દિવસે મહત્વના અખબારોએ અહેવાલો પ્રસિદ્ધ કર્યા કે મોરારજી દેસાઇના ઉપવાસ સ્થળે લોકો કરતા લાઉડ સ્પિકર વધુ દેખાતા હતા. સભામાં કોઇ કર્ફ્યું નહીં, એટલે તેઓ ગુસ્સામાં હતા. તેમણે ઉપવાસ શરૂ કર્યા. મહાગુજરાતની લડતના નડિયાદમાં ઘેરા પડઘા પડ્યા. બાબુભાઈ જસભાઈના મકાન પાસે લોકોએ ઘેરો ઘાલતા પોલીસ ગોળીબાર થયો જેમાં પહેલા ત્રણ દિવસમાં જ 14 યુવાનોનાં મોત થયાં અને 90 થી વધારે ઘવાયા હતા.

કોંગ્રેસની કારોબારી સમિતિએ મુંબઈ રાજ્યના વિભાજનને સંમતિ આપી

દ્રીભાષી રાજ્યની રચના થતાં મહારાષ્ટ્રમાં પણ ઉગ્ર અસંતોષ ઉભો થયો. ત્યાંના લોકોમાં પણ અલગતા લાગણી જન્મી. મુંબઈ સહીત અલગ મહારાષ્ટ્રની રચના માટેની ઝુંબેશ વધુ જોરદાર બની. આમ, વિભાજન માટે બંને રાજ્યોમાં પ્રયત્નો ચાલુ હતા. તેથી 3 જી ડીસેમ્બર 1959 ના રોજ મળેલી કોંગ્રેસની કારોબારી સમિતિએ મુંબઈ રાજ્યના વિભાજનને સંમતિ આપી. સંસદે તે અંગેનો ખરડો પસાર કર્યો. વિભાજનની વિગતો તૈયાર કરી સમિતિ રચવામાં આવી. ડાંગ અને ઉમરગામ ગુજરાતમાં મુકાયા.

8 અને 9 ઓગસ્ટે જોરદાર રમખાણો થયા

8 ઓગસ્ટનો એ દિવસ ગુજરાત માટે કાળો દિવસ સાબિત થયો. જેના વિરુદ્ધમાં હજારો છાત્રો ભદ્ર સ્થિત કોંગ્રેસ હાઉસ પર એકઠાં થયા અને કેન્દ્ર વિરુદ્ધ પ્રદર્શન કરવા લાગ્યા. આ વચ્ચે કોંગ્રેસ હાઉસ પર ગોળીબાર કરાયો. આ સરકારી હિંસામાં સાતથી આઠ વિદ્યાર્થીઓ શહિદ થઇ ગયા અને અનેકને ઇજાઓ પહોંચી. જેમાં હિન્દુ-મુસ્લિમ બન્ને કોમના વિદ્યાર્થીઓ હતા. આ હિંસા બાદ શહેરભરમાં દ્વિભાષી મુંબઇ રાજ્યનો વિરોધ શરૂ થઇ ગયો. 8 અને 9 ઓગસ્ટે જોરદાર રમખાણો થયા તથા સરકારી સંપત્તિઓમાં તોડફોડ કરવામાં આવી. હરિહર ખંભોલજા, હરીપ્રસાદ વ્યાસ તથા પ્રબોધ રાવલે ખુલ્લી જીપમાં શહેરનો પ્રવાસ કર્યો અને છાત્રોને શાંતિ રાખવા અપીલ કરી.

રમખાણો વચ્ચે 12 લોકો શહિદ થયા જ્યારે 80 લોકોને ઇજા પહોંચી

આ રમખાણો વચ્ચે 12 લોકો શહિદ થયા જ્યારે 80 લોકોને ઇજા પહોંચી. શાહપુરમાં સરકાર વિરોધી પ્રદર્શન વચ્ચે હિંસા ભડક્યા બાદ 10 ઓગસ્ટે કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું. કર્ફ્યુના ઉલંઘન દરમિયાન ૫ લોકો પોલીસની ગોળીનો શિકાર થયા અને 45 લોકોને ઇજા પહોંચી. અમદાવાદની બહાર પણ ચાલ્યું મહાગુજરાત ચળવળ 10 ઓગસ્ટે સમાચાર પત્રોએ સ્પષ્ટ કરી દીધું કે મહાગુજરાત ચળવળ હવે અમદાવાદ સુધી સીમિત નથી રહી. નડિયાદ, જૂનાગઢ, વડોદરા, સાયલા, ભાવનગર, ડાકોર, પાલનપુર, બોટાદ, સુરત, રાજકોટ, અમરેલી, પારડી, બાવળા, ભુજ, આણંદ સહિત આખા ગુજરાતમાં આ જંગની શરૂઆત થઇ.

મોરારજી દેસાઇની સભામાં કોઇ આવ્યું નહીં

મોરરાજી દેસાઇ પ્રત્યે ગુજરાતના લોકોમાં ભારે ગુસ્સો હતો. 19 ઓગસ્ટે ઘોષણા થઇ કે કોંગ્રેસ હાઉસ પર દેસઇ દ્વિભાષી મુંબઇ રાજ્યને પોતાના મત પર સફાઇ આપશે. તેનાથી માહોલ વધુ ગરમાયો. તેમની સભાના દિવસે આખા શહેરમાં જનતા કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું. આ એલાન સંપૂર્ણ રીતે સફળ રહ્યું. રસ્તાઓ વિરાન અને બજારો બંધ રહી. મોરારજી દેસાઇની સભામાં કોઇ આવ્યું નહીં.મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી. જેના સંયોજક તરીકે બ્રહ્મકુમાર ભટ્ટ રહ્યાં પરંતુ અધ્યક્ષ પદની જવાબદારી તેજ તર્રાર ભાષણ શૈલી માટે જાણિતા ઇન્દુલાલ યાજ્ઞિકને સોંપવામાં આવી.પરિષદની રચના બાદ ચળવળને જોરદાર વેગ મળ્યો. યાજ્ઞિકના ઉત્તજક ભાષમો ગુજરાતને સંગઠિત બનાવ્યું. પરિષદના નેતૃત્વમાં અંદાજે ચાર વર્ષ સુધી આંદોલન ચાલતુ રહ્યું. ધરણા, પ્રદર્શન, સૂત્રોચ્ચાર, લાઠીચાર્જ, ગોળીબારમાં અનેકે પ્રાણની આહૂતિ આપી તો અનેક ઇજાગ્રસ્ત થયા. અંતતઃ કેન્દ્ર સરકારે 27 ઓગસ્ટ 1957 માં લોકસભામાં દ્વિભાષી મુંબઇ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય નિર્માણનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો. લોકસભામાં પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો

વિસનગર ખાતે મહાગુજરાત પરિષદની અંતિમ બેઠક બોલાવવામાં આવી

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને બહુમત હતી, તેથી જીવરાજ મહેતાને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. જ્યારે લોકસભાએ ગુજરાતના પ્રસ્તાવની મંજૂરી આપી દીધી ત્યારે વિસનગર ખાતે મહાગુજરાત પરિષદની અંતિમ બેઠક બોલાવવામાં આવી અને તેને ભંગ કરી દેવામાં આવી. જીવરાજ મહેતાએ પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા 17 એપ્રિલ 1960 એ મુંબઇથી વિશેષ ટ્રેનોમાં સચિવાલય કર્મચારીઓ, સેંકડો ટાઇપરાઇટર્સ, કાગળોના પાર્સલ વિગેરે અમદાવાદ લાવવામાં આવ્યા, 19 એપ્રિલે લોકસભાએ મુંબઇ રાજ્ય વિભાજનનો વિધેયક પારિત કરવામાં આવ્યો.

1 મે 1960 ના રોજ ગાંધી આશ્રમમાં જીવરાજ મહેતાએ પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા

23 એપ્રિલે રાજ્યસભાએ પણ તેને મંજૂરી આપી દીધી. 25 એપ્રિલે ગુજરાત મંત્રીમંડળની રચના કરવામાં આવી. ત્યારબાદ રાષ્ટ્રપતિએ વિધેયકને મંજૂરી આપી. આંધ્ર પ્રદેશના મેહંદી નવાજ જંગને રાજ્યપાલ બનાવવામાં આવ્યા. 30 એપ્રિલે જીવરાજ મહેતા સરકારના સ્વાગત માટે લાલ દરવાજા સરદાર બાગમાં જનસભા થઇ અને 1 મે 1960 ના રોજ સાબરમતી સ્થિત ગાંધી આશ્રમમાં જીવરાજ મહેતાએ પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.