રિપોર્ટ@દેશ: બેંકોએ પર્સલન લોન અને ઓટો લોનના વ્યાજ દરમાં વધારો કર્યો

ર્સલન લોન અને ઓટો લોનના વ્યાજ દરમાં વધારો
 
અટલ  સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નવા વર્ષ 2024 ની શરૂઆત થઈ છે અને ઘણી બેંકોએ તેના ગ્રાહકોને ઝટકો આપ્યો છે. બેંકોએ પર્સલન લોન અને ઓટો લોનના વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ નિર્ણયથી હોમ લોનના વ્યાજ દરો પર કોઈ અસર થશે નહીં. એવું જોવામાં આવે છે કે રેપો રેટમાં ફેરફાર બાદ જ બેંક માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ (MCLR) વધારતી હોય છે. પરંતુ આ વખતે એવું બન્યું નથી. સેન્ટ્રલ બેંકે ફેબ્રુઆરી 2023 થી રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પણ વ્યાજ દરમાં વધારો કર્યો છે.

SBI હવે વધારે સિબિલ સ્કોર ધરાવતા લોકો પાસેથી ઓટો લોન પર 8.85 ટકા વ્યાજ વસૂલે છે, જે પહેલા 8.65 ટકા હતો. બેંક ઓફ બરોડાએ ઓટો લોન પરનો વ્યાજ દર 8.7 ટકાથી વધારીને 8.8 ટકા કર્યો છે. આ ઉપરાંત હવે પ્રોસેસિંગ ફી પણ લેવામાં આવી રહી છે. બેંક ફેસ્ટિવલ સીઝન દરમિયાન પ્રોસેસિંગ ફી લેતી ન હતી.

જો યુનિયન બેંકની વાત કરીએ તો ઓટો લોન હવે 9.15 ટકાના વ્યાજે મળશે. પહેલા તેનો દર 8.75 ટકા હતો. IDFC ફર્સ્ટ બેંકે પર્સનલ લોન પર વ્યાજ દર 10.49 ટકાથી વધારીને 10.75 ટકા કર્યો છે. કર્ણાટક બેંકની વાત કરીએ તો હવે પર્સનલ લોન માટે 14.28 ટકા વ્યાજ ચૂકવવું પડશે. પહેલા બેંક પર્સલન લોન પર 14.21 ટકા વ્યાજ વસૂલતી હતી.

બેંક ઓફ મહારાષ્ટ્રના ગ્રાહકો માટે સારા સમાચાર છે. બેંકે હોમ લોનના દરમાં ઘટાડો કર્યો છે. પહેલા બેંક હોમ લોન પર 8.5 ટકા વ્યાજ વસૂલતી હતી. હવે તે ઘટાડીને 8.35 ટકા કરવામાં આવ્યો છે.