રિપોર્ટ@દેશ: કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય, રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ મળશે
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકારે રેલવે કર્મચારીઓ માટે 2029 કરોડ રૂપિયાના પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી આપી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રેલવે કર્મચારીઓ માટે સારા સામચાર સામે આવ્યા છે. કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. દિવાળી પહેલા રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ મળશે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકારે રેલવે કર્મચારીઓ માટે 2029 કરોડ રૂપિયાના પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી આપી છે.
તેમણે કહ્યું કે આ જાહેરાતથી 11,72,240 રેલવે કર્મચારીઓને ફાયદો થશે. સરકારે પ્રધાનમંત્રી-રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષોન્નતિ યોજનાને પણ મંજૂરી આપી છે. આ માટે 1,01,321 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.
કેબિનેટ બેઠકના નિર્ણયો
મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને 'શાસ્ત્રીય ભાષાઓ'નો દરજ્જો આપવામાં આવશે. ચેન્નાઈ મેટ્રોના ફેઝ-2 માટે રૂ. 63,246 કરોડ ફાળવવામાં આવ્યા. પોર્ટના 20,704 કર્મચારીઓ માટે પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રીય ખાદ્ય તેલ મિશન - તેલીબિયાં હેઠળ, તેલીબિયાંના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા મેળવવા માટે 2024-25 થી 2030-31 સુધી રૂ. 10,103 કરોડ ખર્ચવામાં આવશે.