રિપોર્ટ@દેશ: ઇન્ડિગોની મોટી જાહેરાત, હેરાન થયેલા મુસાફરોને વળતર અપાશે, જાણો વધુ વિગતે
ઘણી ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી હતી,
Dec 12, 2025, 08:49 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવાને કારણે યાત્રીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં સૌથી વધુ મુસાફરોને પરેશાની થઈ, કારણ કે આ દરમિયાન ઘણી ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને આર્થિક રીતે પણ ભારે નુકસાન થયું.
એના પછી એરલાઇન વિરુદ્ધ DGCAએ કડક પગલાં લીધાં છે. હવે ઇન્ડિગોએ 3, 4 અને 5 ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ કેન્સલ થવાને કારણે મુસાફરોને રાહત આપવાની ઘોષણા કરી છે. કંપનીએ કહ્યું હતું કે પ્રભાવિત યાત્રીઓને સરકારના નિયમો અનુસાર 5,000થી 10,000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે.

