રિપોર્ટ@દેશ: લેબનનના સુન્ની વિસ્તારમાં ઇઝરાયલનો હુમલો, જાણો વધુ વિગતે

​​​​​​ઇઝરાયલે 2 નગરો પર હુમલો કર્યો હતો. આમાંથી એક, બરજા, બેરૂતથી 32 કિલોમીટર દૂર છે, જ્યાં મોટાભાગે સુન્ની વસ્તી રહે છે.
 
રિપોર્ટ@દેશ: લેબનનના સુન્ની વિસ્તારમાં ઇઝરાયલનો હુમલો, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં હુમલાની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર હુમલાની ઘટના સામે આવી છે. ​​​​​​ઇઝરાયલે 2 નગરો પર હુમલો કર્યો હતો. આમાંથી એક, બરજા, બેરૂતથી 32 કિલોમીટર દૂર છે, જ્યાં મોટાભાગે સુન્ની વસ્તી રહે છે.

ઇઝરાયલના હુમલામાં અહીં 4 લોકો માર્યા ગયા હતા. હિઝબુલ્લાહ શિયાઓનું સંગઠન છે, તેથી ઇઝરાયલ અત્યાર સુધી લેબનન યુદ્ધ દરમિયાન શિયા વિસ્તારોને નિશાન બનાવતું હતું. મીડિયા અનુસાર, આ પહેલીવાર છે જ્યારે સુન્ની વિસ્તારમાં હુમલો થયો છે.

ઉત્તરી લેબેનનના માયસરામાં ઇઝરાયલના હુમલામાં 5 લોકોના મોત થયા છે. બીજી તરફ ઇઝરાયલે દાવો કર્યો છે કે હિઝબુલ્લાહે શનિવારે તેમના પર 300 પ્રોજેક્ટાઈલ્સ ઝીંકી હતી.