રિપોર્ટ@દેશ: કર્ણાટક બંધનું એલાન, કંડક્ટર પર મારપીટના મામલે કન્નડ સંગઠનોનું બંધ
કન્નડ અને મરાઠી ભાષી લોકો વચ્ચે સતત વિવાદ ચાલી રહ્યો છે.
Mar 22, 2025, 18:28 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કર્ણાટકના બેલગામમાં કર્ણાટક રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના બસ કંડક્ટરને મરાઠીમાં વાત ન કરવા બદલ લોકોએ માર માર્યો હતો. જે બાદ કન્નડ અને મરાઠી ભાષી લોકો વચ્ચે સતત વિવાદ ચાલી રહ્યો છે.
આ ઘટનાના વિરોધમાં આજે કર્ણાટક બંધનું એલાન આપવામાં આવ્યું છે. કન્નડ ચાલાવલી વાતલ પક્ષના ફાઉન્ડર અને પૂર્વ ધારાસભ્ય વાતલ નાગરાજ અને અનેક કન્નડ સંગઠનોએ સંયુક્ત રીતે બંધનું એલાન આપ્યું છે. બંધ સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી રહેશે.
કન્નડ ચાલાવલી વાતલ પક્ષે દાવો કર્યો છે કે આ સમયગાળા દરમિયાન ઓટો, ટેક્સી અને ખાનગી બસ સેવાઓ બંધ રહેશે. જોકે, રાજ્ય પરિવહન KSRTC અને BMTC બસો રાબેતા મુજબ ચાલશે. હોસ્પિટલો, દવાની દુકાનો, એમ્બ્યુલન્સ, પેટ્રોલ પંપ અને મેટ્રો સેવાઓ જેવી આવશ્યક સેવાઓ પણ ચાલુ રહેશે.