રિપોર્ટ@દેશ: ભગવાન બલભદ્રની મૂર્તિ સેવકો પર પડતા 1નું મોત, 9 લોકો ઘાયલ

1નું મોત, 9 લોકો ઘાયલ
 
રિપોર્ટ@દેશ: ભગવાન બલભદ્રની મૂર્તિ સેવકો પર પડતા 1નું મોત, 9 લોકો ઘાયલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે.  પુરીના ગુંડીચા મંદિરમાં મંગળવારે રાત્રે 9 વાગે દુર્ઘટના ઘટી હતી, જેમાં ભગવાન બલભદ્રની મૂર્તિ સેવકો પર પડી હતી. જેમાં 9 લોકો ઘાયલ થયા હતા. હકીકતમાં 8મી જુલાઈએ રથયાત્રા બાદ ગુંડીચા મંદિરમાં પહાડી વિધિ ચાલી રહી હતી. સેવકો ભગવાનની મૂર્તિઓને રથમાંથી ઉતારીને મંદિરમાં લઈ જતા હતા.

બલભદ્રજીને ઉતારતી વખતે સેવકો રથના ઢોળાવ પર લપસી પડ્યા અને મૂર્તિ તેમના પર પડી. જેમાં 9 જણાં ઘાયલ થયા હતા. 5 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે, મૂર્તિને કોઈ નુકસાન થયું નથી.


ઈજાગ્રસ્ત સેવકે જણાવ્યું કે મૂર્તિ સાથે બાંધેલા દોરડામાં કોઈ સમસ્યાને કારણે આ અકસ્માત થયો હતો. હોસ્પિટલમાં દાખલ બે લોકોને રજા આપવામાં આવી હતી અને તેઓ ધાર્મિક વિધિમાં જોડાયા હતા. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી અને ઘાયલ સેવકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી.

તેમણે કાયદા પ્રધાન પૃથ્વીરાજ હરિચંદનને તાત્કાલિક પુરી જઈને યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. નાયબ મુખ્યમંત્રી પ્રાવતિ પરિદા પણ પુરી ગયા હતા. તેમણે કહ્યું કે અમે આગળની કાર્યવાહી માટે મુખ્યમંત્રીને રિપોર્ટ કરીશું.


પુરીમાં રથયાત્રા દરમિયાન ભગવાન બલભદ્રના તાલધ્વજ રથને ખેંચતી વખતે એક ભક્તનું ગૂંગળામણથી મૃત્યુ થયું હતું. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ ઉપરાંત ભીડમાં ગૂંગળામણને કારણે 8 લોકોની તબિયત લથડી હતી. બાદમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓડિશાના સીએમ મોહન ચરણ માઝીએ મૃતકના પરિજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને મફત સારવાર આપવાની જાહેરાત કરી છે.