રિપોર્ટ@દેશ: NCERT મુજબ નવા શૈક્ષણિક વર્ષના ધોરણ-6 થી12 પુસ્તકોમાં મોટો ફેરફાર જોવા મળશે

  • ધોરણ.12 રસાયણ વિજ્ઞાનમાં 6 પ્રકરણ, જીવવિજ્ઞાનમાં 30 ટકા અભ્યાસક્રમનો ઘટાડો
 
શિક્ષણ: ધોરણ-10-12 CBSE બોર્ડની પરીક્ષા ફીમાં 24 ગણો વધારો થઇ શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

  • આ સિવાય પ્રકરણોમાં મોટી સંખ્યામાં મુદ્દાઓ પણ હટાવી દેવામાં આવ્યાં

NCERT દ્વારા ધોરણ.6થી 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું ભારણ ઓછુ કરવા માટે અભ્યાસક્રમમાં મોટો ઘટાડો કરવાની દરેક રાજ્યોને સૂચના આપવામાં આવી હતી.

અભ્યાસક્રમમાં ઘટાડા અંગે NCERT જ ફેરફાર સુચવ્યાં હતા. જે મુજબ વર્ષ-2023-24ના નવા શૈક્ષણિક સત્રમાં ગુજરાતમાં ધોરણ.6થી 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના પાઠયપુસ્તકોમાથી જે ગત વર્ષે હતા તેમાથી અંદાજે 40થી વધુ પ્રકરણ દૂર કરવામાં આવ્યાં છે. આ સિવાય પ્રકરણોમાં મોટી સંખ્યામાં મુદ્દાઓ પણ હટાવી દેવામાં આવ્યાં છે. શિક્ષણ વિભાગ દ્વારા દૂર કરેલા પ્રકરણ અને હટાવી દીધેલા મુદ્દાઓની યાદી દરેક જિલ્લા મારફતે સ્કૂલોને મોકલી આપી છે. જેથી વર્ગમાં કોઈ વિદ્યાર્થીઓ પાસેથી જુના ગત વર્ષના પુસ્તકો હોય તો રદ કરેલા પ્રકરણ અને મુદ્દા સિવાયનો અભ્યાસક્રમ જૂના પુસ્તકોમાંથી પણ ભણી શકશે, જેની શિક્ષકોને પણ નોંધ લેવા સૂચના અપાઈ છે.રાજ્યની સ્કૂલોમાં ધોરણ.6થી 10ના ગણિત અને વિજ્ઞાન તેમજ ધોરણ.11 અને 12 સાયન્સમાં ગણિત, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના પુસ્તકોમાં મોટો ફેરફાર કરાયો છે.

જેમાં ધો. 9થી 12માં પુસ્તકોમાં થયેલ ફેરફારની વાત કરવામાં આવે તો ધોરણ.9માં ગણિત વિષયમાં 38 મુદ્દા અને 2 પ્રકરણ રદ કરવામાં આવ્યાં છે જ્યારે વિજ્ઞાનમાં 52 મુદ્દા અને 3 પ્રકરણ રદ કરાયું છે. ધોરણ.10માં ગણિત વિષયમાં 35 મુદ્દા અને 1 પ્રકરણ જ્યારે વિજ્ઞાનમાં 21 મુદ્દા અને 3 પ્રકરણ રદ કરવામાં આવ્યાં છે. ધોરણ.11માં ગણિત વિષયમાં 24 મુદ્દા અને 2 પ્રકરણ, ભૌતિક વિજ્ઞાનમાં 33 મુદ્દા, રાસાયણ વિજ્ઞાનમાં 5 પ્રકરણ અને જીવ વિજ્ઞાનમાં 59 મુદ્દા અને 3 પ્રકરણ રદ કરવામાં આવ્યાં છે. ધોરણ.12ની વાત કરીએ તો ગણિતમાં 53 મુદ્દા, ભૌતિક વિજ્ઞાનમાં 50 મુદ્દા, રસાયણ વિજ્ઞાનમાં 18 મુદ્દા અને 6 જેટલા આખા પ્રકરણ રદ કરી દેવાયા છે. ધોરણ.12માં જીવ વિજ્ઞાનમાં 30 ટકા જેટલો અભ્યાસક્રમ જ ઘટાડી દેવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાની વાત કરવામાં આવે તો ગણિત વિષયમાં ધોરણ.6માં 38 મુદ્દા, ધોરણ.7માં 36 મુદ્દા અને ધોરણ.8માં 51 મુદ્દા રદકરવામાં આવ્યાં છે. આવી જ રીતે વિજ્ઞાનમાં ધોરણ.6થી 8માં 5-5 પ્રકરણ રદ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.