રિપોર્ટ@દેશ: પતંજલિ આયુર્વેદની 'ભ્રામક જાહેરાત' મામલે સુપ્રીમ કોર્ટ ભડકી, શું કહ્યું ?

ભ્રામક દવાઓની જાહેરાતો પર પ્રતિબંધ લગાવી દીધો
 
રિપોર્ટ@દેશ: પતંજલિ આયુર્વેદની 'ભ્રામક જાહેરાત' મામલે સુપ્રીમ કોર્ટ ભડકી, શું કહ્યું ? 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર બનાવો સામે આવતા હોય છે.  બાબા રામદેવ પતંજલિ આયુર્વેદની 'ભ્રામક જાહેરાત' મામલે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. છેલ્લી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણને નોટિસનો જવાબ દાખલ ન કરવા બદલ ઠપકો આપ્યો હતો અને તેમને 2 એપ્રિલ એટલે કે આજે હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.

જો કે, કંપનીએ આ મામલે પોતાની ભૂલ માટે બિનશરતી કોર્ટમાં માફી માગી હતી અને કહ્યું હતું કે તેઓ ભ્રામક જાહેરાતો નહીં બતાવે. જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. રામદેવ વતી વરિષ્ઠ વકીલ બલબીર સિંહ દલીલો રજૂ કરી રહ્યા છે.

આ પહેલાં 27 ફેબ્રુઆરીએ થયેલી સુનાવણીમાં કોર્ટે પતંજલિ આયુર્વેદની ભ્રામક દવાઓની જાહેરાતો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ સિવાય તિરસ્કારની કાર્યવાહીમાં કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી. કોર્ટે ગયા વર્ષે ભ્રામક જાહેરાતો ન આપવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ કંપનીએ તેની અવગણના કરી હતી.