રિપોર્ટ@દેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પ્રવાસે, વાશિમના પોહરાદેવી મંદિરમાં ઢોલ વગાડ્યો

PM મોદી આજે મહારાષ્ટ્રમાં રૂ. 56,000 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે. મોદી વાશિમમાં લગભગ રૂ. 23,300 કરોડની કૃષિ અને પશુપાલન ક્ષેત્રને લગતી યોજનાઓ લોન્ચ કરશે.
 
મોદી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડાપ્રધાન મોદી અવાર-નવાર કેટલાક પ્રવાસ કરતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે મહારાષ્ટ્રના પ્રવાસે છે. તેમણે વાશિમના પોહરાદેવીમાં જગદંબા માતાના મંદિરમાં પૂજા અર્ચના કરી અને પરંપરાગત ઢોલ વગાડ્યા. આ પછી સંત સેવાલાલ મહારાજ અને સંત રામરાવ મહારાજની સમાધિને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પછી પીએમ મોદીએ વાશિમમાં બંજારા હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. PM મોદી આજે મહારાષ્ટ્રમાં રૂ. 56,000 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે. મોદી વાશિમમાં લગભગ રૂ. 23,300 કરોડની કૃષિ અને પશુપાલન ક્ષેત્રને લગતી યોજનાઓ લોન્ચ કરશે. થાણેમાં રૂ. 32,800 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

આ પછી, PM મુંબઈમાં લગભગ રૂ. 14,120 કરોડના ખર્ચની મુંબઈ મેટ્રો લાઇન-3ના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) થી આરે જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ (JVLR) સેક્શનનું ઉદ્ઘાટન કરશે. મોદી BKC અને સાંતાક્રુઝ સ્ટેશનો વચ્ચે મેટ્રોની સવારી પણ કરશે.

PMના શેડ્યૂલ મુજબ તેઓ વાશિમના 9.4 કરોડ ખેડૂતોને આશરે 20,000 કરોડ રૂપિયાના PM-કિસાન સન્માન નિધિના 18મા હપ્તાનું વિતરણ કરશે. આ સાથે, PM-કિસાન હેઠળ ખેડૂતોને જાહેર કરવામાં આવેલી કુલ રકમ અંદાજે 3.45 લાખ કરોડ રૂપિયા થશે.

મોદી નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજનાનો 5મો હપ્તો પણ લોન્ચ કરશે અને રૂ. 2,000 કરોડનું વિતરણ કરશે. વડાપ્રધાન એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF) હેઠળ રૂ. 1,920 કરોડના 7,500 થી વધુ પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. આમાં કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ, પ્રાથમિક પ્રોસેસિંગ યુનિટ્સ, વેરહાઉસ, સોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ્સ, કોલ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

મોદી લગભગ રૂ. 1,300 કરોડના સંયુક્ત ટર્નઓવર સાથે 9,200 ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO)ને સમર્પિત કરશે. આ સિવાય તેઓ યુનિફાઈડ જીનોમિક ચિપ અને પશુઓ માટે સ્વદેશી સેક્સ-સૉર્ટેડ વીર્ય ટેક્નોલોજી લોન્ચ કરશે. આ પહેલનો ઉદ્દેશ્ય ખેડૂતોને પોષણક્ષમ ભાવે સેક્સ સોર્ટેડ વીર્યની ઉપલબ્ધતા વધારવાનો અને ડોઝ દીઠ ખર્ચમાં આશરે રૂ. 200નો ઘટાડો કરવાનો છે.

યુનિફાઇડ જીનોમિક ચિપ, દેશી ઢોર માટે GAUCHIP અને ભેંસ માટે MAHISHCHIP જીનોટાઇપિંગ સેવાઓ સાથે વિકસાવવામાં આવી છે. જીનોમિક પસંદગી દ્વારા, ઉચ્ચ ગુણવત્તાવાળા બળદને નાની ઉંમરે વિકસાવી શકાય છે.