રિપોર્ટ@દેશ: ટીમ ઈન્ડિયા કોઈપણ પરિસ્થિતિમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન નહીં જાય
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ટીમ ઈન્ડીયા ક્રિકેટ રમવા પાકિસ્તા જશે નહિ. ટીમ ઈન્ડિયા કોઈપણ પરિસ્થિતિમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન નહીં જાય. BCCIના સૂત્રોએ જણાવ્યું કે, જો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હાઈબ્રિડ મોડલ માટે સહમત નહીં થાય તો ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટ નહીં રમે. જો PCB ટુર્નામેન્ટનું આયોજન નહીં કરે તો ભારત તેની યજમાની કરવા પણ તૈયાર છે. ICCએ 29 નવેમ્બરે બેઠક બોલાવી છે, જેમાં સ્થળ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
BCCIના સૂત્રોએ જણાવ્યું કે, સરકારે BCCIને સ્પષ્ટ કહ્યું છે કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય. સરકારે BCCIને ICCમાં પોતાની દલીલ મજબૂત રીતે રજૂ કરવા કહ્યું છે. ICCને પાકિસ્તાનની સ્થિતિ અને ખેલાડીઓની સુરક્ષાનું મહત્વ સમજાવવા પણ કહેવામાં આવ્યું છે.
સરકારે તો ત્યાં સુધી કહ્યું છે કે જો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાનો ઇનકાર કરશે તો ભારત તેની યજમાની કરશે. જો ICC ભારતને હોસ્ટિંગ રાઇટ્સ સોંપશે તો તેને સરકાર તરફથી સંપૂર્ણ સમર્થન મળશે. એટલું જ નહીં, ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ભારત આવનારી ટીમના ખેલાડીઓને પણ વિઝા મેળવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે.