રિપોર્ટ@દેશ: આજે 6 મોટા ફેરફારો થયા, તમારા ખિસ્સાને અસર કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ઓક્ટોબરના રોજ 5 મોટા ફેરફારો થયા છે. રિઝર્વેશન ટિકિટના ઓનલાઈન બુકિંગ માટે ફરજિયાત આધાર ચકાસણી અને NPS નિયમોમાં ફેરફારનો સમાવેશ થાય છે. પેટ્રોલિયમ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹16.50નો વધારો કર્યો છે. દિલ્હીમાં કિંમત ₹1595.50 થઈ ગઈ છે.
જનરલ રિઝર્વેશન ટિકિટના ઓનલાઈન બુકિંગ માટે આધાર વેરિફિકેશન જરૂરી રહેશે. જોકે, જનરલ રિઝર્વેશન શરૂ થયાના પહેલા 15 મિનિટમાં IRCTC વેબસાઇટ અથવા એપ પર ટિકિટ બુક કરવા માટે જ આ જરૂરી રહેશે.
15 મિનિટ પછી આધાર વેરિફિકેશન વિના ટિકિટ બુક કરાવી શકાશે. આ નવો ફેરફાર સામાન્ય મુસાફરોના લાભ માટે રજૂ કરવામાં આવ્યો છે. તે ટિકિટના કાળાબજારને અટકાવશે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ 1 ઓક્ટોબર, 2025 થી UPI માં પીઅર-ટુ-પીઅર કલેક્ટ રિક્વેસ્ટ સંપૂર્ણપણેબંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આનો અર્થ એ થયો કે કોઈ પણ વ્યક્તિ UPI દ્વારા પૈસા માંગતી બીજી વ્યક્તિને રિક્વેસ્ટ મોકલી શકશે નહીં.
આ પ્રતિબંધ ફક્ત P2P કલેક્શન વિનંતીઓ પર જ લાગુ પડે છે. વેપારીઓહજુ પણ પેમેન્ટ કલેક્ટ કરવા માટે રિક્વેસ્ટનો ઉપયોગ કરી શકશે. આ સુવિધાનો ઉપયોગ કરીને ઘણા લોકો UPI યૂઝર્સ સાથે છેતરપિંડી કરી રહ્યા હતા. તેઓ અનિચ્છનીય વિનંતીઓ મોકલતા હતા અને લોકોને પૈસા ટ્રાન્સફર કરવા માટે છેતરતા હતા. NPCI એ આને રોકવા માટે આ નિર્ણય લીધો છે.
આજથી, 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ₹16.50 વધીને ₹1595.50 થયો છે. અગાઉ, તે ₹1580માં ઉપલબ્ધ હતો. કોલકાતામાં, તે હવે ₹16.50 વધીને ₹1700.50માં ઉપલબ્ધ થશે.
તહેવારોની સિઝનમાં રસોઈનું બજેટ બગડશે નહીં, કારણ કે દર મહિનાની જેમ આ વખતે પણ 1લી ઓક્ટોબરે LPG સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરવામાં આવી છે. પાછલા મહિનાઓમાં 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના દરોમાં કેટલાક ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા, પરંતુ 14 કિલોવાળા ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં 8મી એપ્રિલ 2025 પછી કોઈ ફેરફાર થયો નથી.
આજથી સ્પીડ પોસ્ટ સેવા વધુ મોંઘી થઈ ગઈ છે. ઈન્ડિયા પોસ્ટે વિવિધ શ્રેણીઓ માટે નવા ચાર્જીસ રજૂ કર્યા છે. સુરક્ષા અને સુવિધામાં પણ સુધારો કરવામાં આવ્યો છે.
સામાન ત્યારે જ ડિલીવર થશે જ્યારે રિસીવરનો OTP કન્ફર્મ થશે. OTP બેસ્ડ ડિલીવરી માટે પ્રતિ સામાન 5 એકસ્ટ્રા+GST આપવું પડશે. ડિલીવરીનું રિયલ ટાઇમ સ્ટેટસ SMS દ્વારા મળશે. વિદ્યાર્થીઓને 10% ડિસ્કાઉન્ટસ અને બ્લક કસ્ટમર્સને 5%ની છૂટ મળશે.
બિન-સરકારી NPS સબ્સ્ક્રાઇબર્સ હવે તેમના સમગ્ર ભંડોળનું રોકાણ શેરબજારમાં કરી શકશે. અગાઉ, NPSમાં ઇક્વિટી રોકાણ મર્યાદા 75% હતી.
આનાથી એવા લોકોને ફાયદો થશે જેઓ ઊંચા વળતર માટે શેરબજારનું જોખમ લેવા તૈયાર છે. આનાથી રોકાણકારો નિવૃત્તિના સમય સુધીમાં નોંધપાત્ર ભંડોળ એકઠું કરી શકશે.
જો તમે NPS UPS, અટલ પેન્શન યોજના અથવા NPS Lite હેઠળ પેન્શન ફંડમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ સેન્ટ્રલ રેકોર્ડકીપિંગ એજન્સીઝ દ્વારા વસૂલવામાં આવતી ફીમાં ફેરફાર કર્યો છે, જે 1લી ઓક્ટોબર 2025થી અસરકારક રહેશે.